મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ ગામે યુવાનને આવાસ માટે મળેલા પ્લોટ ઉપર દબાણ કરનાર બે સામે લેન્ડ ગ્રેબિંગ,


SHARE









મોરબીના ઉંચી માંડલ ગામે યુવાનને આવાસ માટે મળેલા પ્લોટ ઉપર દબાણ કરનાર બે સામે લેન્ડ ગ્રેબિંગ

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા યુવાનને આવાસના બાંધકામ માટે ઘરથાળમાં મળેલ પ્લોટ ઉપર બે શખ્સો દ્વારા ગેરકાયદેસર કબજો કરીને પ્લોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા અને છૂટક મજૂરી કામ કરતા ભાવેશભાઈ કાળુભાઈ ચાવડા (૩૭)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉકાભાઇ રામજીભાઈ બોડાણા અને મનસુખભાઈ રામજીભાઈ બોડાણા રહે. બંને ઊંચી માંડલ વાળા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, ઊંચી માંડલ ગામ તળમાં આવાસ બનાવવા માટે તેને ઘર થાળમાં પ્લોટ નંબર ૨૫ સો ચોરસ વારનો પ્લોટ મળેલ છે જે પ્લોટ ઉપર આરોપીઓએ જમીન પચાવી પાડવા માટે થઈને ગેરકાયદેસર કબજો કર્યો છે અને તેનો ઉપયોગ કરી રહ્યા છે જેથી કરીને યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે રહેતા રાજનાથસિંહ ચુનીલાલ (૫૫) નામના આધેડ રાત્રીના સમયે બહાદુરગઢ ગામના પાટીયા પાસેથી પસાર થતા હતા ત્યારે ત્યાં અજાણ્યા ત્રણ વાહનો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માતના બનાવમાં રાજનાથસિંહને જમણા પગમાં ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.




Latest News