હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

માળીયાના હરીપર પાસે ચાલુ ટ્રકનનું ટાયર નીકળી જતા ટ્રક ડિવાઇડર સાથે અથડાયો, ઇજાગ્રસ્ત ડ્રાઇવર રાજકોટ ખસેડાયો


SHARE













માળીયાના હરીપર પાસે ચાલુ ટ્રકનનું ટાયર નીકળી જતા ટ્રક ડિવાઇડર સાથે અથડાયો, ઇજાગ્રસ્ત ડ્રાઇવર રાજકોટ ખસેડાયો

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકાના હરીપર ગામની પાસે બ્રિજ નજીક ચાલુ ટ્રકનું ટાયર નીકળી જવાથી ટ્રક ડિવાઈડર સાથે અથડાવાનો બનાવ બન્યો હતો જે અકસ્માત બનાવમાં ડ્રાઇવરને ઈજા પહોંચતા મોરબી અને બાદમાં તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળિયા તાલુકાના હરીપર ગામ નજીક બ્રિજ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ચાલુ ટ્રકનું ટાયર અકસ્માતે નીકળી જતા ટ્રક ડિવાઇડરની સાથે અથડાયો હતો જેથી આ બનાવમાં ગણપતસિંહ પ્રેમસિંહ (ઉમર ૨૬) રહે. રાજસ્થાન વાળાને ઇજાઓ પહોંચતા મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં રાબેતા મુજબ પાટાપિંડી કરીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને હાલ તે રાજકોટ સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.પોલીસે બનાવ અંગે નોંધ કરી હતી અને સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલતરીયાએ આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

એમ્બ્યુલન્સ સાથે બાઇક અથડાતા ઈજા

મોરબીના શનાળા રોડ રામચોકના ઢાળિયા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઈક એમ્બ્યુલન્સની સાથે અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં રાજકોટના મિલપરા વિસ્તારમાં રહેતા નેહાબેન કમલેશભાઈ નથવાણી નામના ૩૪ વર્ષીય મહિલાને ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને અહીંની ડો.સાગર હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવાયા હતા અને તેના સંદર્ભે સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં વિજયનગર નજીકના ભીમરાવનગરમાં રહેતા હીરાભાઈ સીદાભાઈ વાઘેલા નામના ૫૭ વર્ષીય આધેડ ગત તા.૨૮-૪ ના આઠેક વાગ્યાના અરસામાં બાઈક લઇને કામેથી પરત પોતાના ઘર તરફ આવતા હતા ત્યારે નવલખી ફાટક અને જેપુર ગામના પાટિયા વચ્ચે તેમના બાઇકને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લેતા કપાળ અને માથા તથા નાકના ભાગે ઈજાગ્રસ્ત થતા હીરાભાઈ વાઘેલાને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.






Latest News