ગુજરાતનાં 162 ધારાસભ્યો-25 સાંસદોમાંથી જે હોશિયાર હોય તેને વીજપોલના વળતર બાબતે લાઈવ ડિબેટમાં આવવા જેતપર સત્યાગ્રહ છાવણીના આગેવાનની ખુલ્લુ ચેલેન્જ મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના શકિત ચેમ્બર નજીકથી બેભાન હાલતમાં મળ્યા બાદ રાજકોટ ખસેડાયેલા યુવાનનું મોત


SHARE







મોરબીના શકિત ચેમ્બર નજીકથી બેભાન હાલતમાં મળ્યા બાદ રાજકોટ ખસેડાયેલા યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બર નજીક આવેલ ગોડાઉનના બહારના ભાગેથી યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેથી તેને ૧૦૮ વડે સારવાર માટે મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડ્યો હતો ત્યાં તેનું મોત નિપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ઉપરોકત બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકના તપાસ અધિકારી વાલભા ચાવડા પાસેથી વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં રહેતો પ્રદ્યુમન સવજીભાઈ વરાણીયા નામનો ૨૫ વર્ષનો યુવાન શકિત ચેમ્બર પાસે આવેલ સિરામિકના ગોડાઉનની પાસે કોઈ કારણસર બેભાન થઈ ગયો હતો જેથી તેને બેભાન હાલતમાં ૧૦૮ વડે મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ પ્રદ્યુમન વરાણીયાને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો જ્યાં રાજકોટ ખાતે તેનું મોત થયું હતું હાલ આ અંગે વી.કે.ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલા લાભનગર વિસ્તારમાં રહેતા સચિન ગણપતભાઈ રાઠોડ નામના ૩૮ વર્ષના યુવાનને ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો સચિન રાઠોડ તેના સોસાયટી વિસ્તાર નજીક હતો ત્યાં તેને વાહન અકસ્માતમાં ઇજા પહોંચી હોય સારવાર માટે ખસેડાયો હતો જેથી હાલ સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.જયારે હળવદના એપીએમસી ખાતે ટ્રેક્ટરની ટ્રોલી ઉપરથી નીચે પટકાતા સમેખાન નામના ૩૪ વર્ષના યુવાનને ઇજા પહોંચતા તેને અહીંની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

 

બાઈક સ્લીપ થતા ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં શશીકાંત મહેન્દ્રભાઈ માલી (૩૩) રહે ધનસોઈ તાલુકો ધાકસી જીલ્લો બક્સર બિહારને ઈજા પહોંચતા સારવાર માટે અત્રેની મધુરમ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો અને પોલીસે તપાસ હાથ ધરતા બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં શશીકાંત માલીને ઇજા પહોંચી હોવાનું ખુલ્યું હતું.




Latest News