મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ તથા રેડક્રોસ દિવસ નિમિતે સ્પર્ધા યોજાશે


SHARE









મોરબીમાં વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ તથા રેડક્રોસ દિવસ નિમિતે સ્પર્ધા યોજાશે

આગામી તા.૮-૫ એટલે કે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ તથા રેડક્રોસ દિવસનાં અનુસંધાને ગુજરાતની ધરા એટલે પક્ષીઓનું સ્વર્ગ તેમજ પક્ષી બચાવો અભિયાન  અંતર્ગત પ્રવાસી પક્ષીઓનાં ચિત્ર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરાયેલ છે.આપણાં ગુજરાતની ધરા એટલે પ્રવાસી પક્ષીઓનું સ્વર્ગ આ સ્પર્ધા દ્વારાં આપણી ધરતીની શાન અને આપણાં મોંઘેરાં મહેમાનોને "હું પક્ષીઓને બચાવવા એટલું તો જરૂર કરીશ" સ્લોગન દ્વારાં લોકોમાં જાગૃતી કેળવાય તે મુખ્ય હેતુથી સ્પર્ધા યોજવામાં આવેલ છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લા દ્રારા તા.૮-૫ ના રોજ વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ તથા રેડક્રોસ દિવસનાં અનુસંધાને  કોઈપણ "આપણાં ગુજરાતની ધરતી ઉપરનું સ્વર્ગ વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ એટલે પ્રવાસી પક્ષીઓ વધુ સારી પર્યાવરણીય અનુકૂળતા પ્રાપ્ત કરવાં માટે બે દૂરસ્થ સ્થળો વચ્ચે ઋતુને અનુલક્ષીને થતી અવરજવર.ભારતભરનાં  વિવિધ સરોવર કાંઠે આવીને વસતાં પક્ષીઓ તેવાં પક્ષીઓનું ચિત્ર દોરીને કેટેગરી મુજબ તમે તેનો વિડીઓ બનાવીને "હું પક્ષીઓને બચાવવા આટલું તો જરૂર કરીશ"  મોકલી આપવાનો રહેશે.આ ચિત્ર-વિડીઓ સ્પર્ધામાં ભાગ વિડીઓ બનાવીને તા.૮-૫ ના રાત્રીના નવ વાગ્યા સુધીમાં વોટસપ નંબર 98249 12230 અથવા 97279 86386 ઉપર મોકલી આપવો તેમ એલ.એમ.ભટ્ટ તેમજ દીપેનભાઈ ભટ્ટે યાદીમાં જણાવેલ છે.દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા સ્પર્ધકોને સિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવાંમાં આવશે. જ્યારે પ્રમાણપત્ર સિલ્ડ લેવા પધારો ત્યારે ચિત્રની  ડ્રોઈંગ સીટ સાથે લેતાં આવશો.






Latest News