મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ક્રિકેટ એસો. ખાતે 7 મેના રોજ અન્ડર-23 અને સીનીયર ખેલાડીઓનું સિલેક્શન થશે


SHARE





મોરબી જીલ્લા ક્રિકેટ એસો. ખાતે 7 મેના રોજ અન્ડર-23 અને સીનીયર ખેલાડીઓનું સિલેક્શન થશે

મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશન ખાતે આગામી તારીખ 7 મેને રવિવારના રોજ સવારે 10:00 કલાકે અન્ડર-23 અને સિનિયર ક્રિકેટ ટીમનું સિલેકશન કરવામાં આવશે.

બનાવની મળતી વિગત મુજબ મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા 7 મેના રોજ અન્ડર-23 તેમજ સિનિયર ક્રિકેટ ટીમનું સિલેક્શન કરવામાં આવશે. આ સિલેક્શન અંગે મુખ્ય કોચ નિશાંત જાનીએ મીડિયાને જણાવ્યું હતું કે, સિલેક્શન એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી, રવાપર-ઘુનડા રોડ ખાતે કરવામાં આવશે. જેમાં મોરબીના જ ખેકલાડીઓને પસંદ કરવામાં આવશે. સિલેક્શનમાં આવનાર ખેલાડીની જન્મતારીખ 1/9/2000 થી 1/9/2004ની વચ્ચે હોવી અનિવાર્ય છે. અને સિનિયર કેટગરી માટે ખેલાડીનો જન્મ 1/9/1997ની અંદર થયો એ જ સિલેકશનમાં ભાગ લઈ શકશે.

દરેક પાસે સફેદ ટ્રેક અને ટીશર્ટ તથા સ્પોર્ટ્સ શૂઝ અને પોતાની અલાયદી ક્રિકેટ કીટ સાથે હોવી ફરજીયાત છે.સિલેક્શનના દિવસે ખેલાડીએ બે ફોટોગ્રાફ્સ, શાળાનું પ્રમાણપત્ર, બર્થ સર્ટિફિકેટ  (ડિજિટલ નકલ ), છેલ્લા બે વર્ષની માર્કશીટ (ડિજિટલ નકલ )સહિતના ડોક્યુમેન્ટ્સ સાથે લાવવાની રહેશે. તેમ મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News