મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ ​​​​​​​મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ વાંકાનેર શહેરના એનડીપીએસના ગુનામાં આરોપી ઝડપાયો
Morbi Today

વાંકાનેરના ચિત્રાખડા ગામે ગળાફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કરનાર મહિલા સારવારમાં 


SHARE





વાંકાનેરના ચિત્રાખડા ગામે ગળાફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કરનાર મહિલા સારવારમાં 

વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતી મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા છે અને તે બેભાન હાલતમાં હોય આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જોકે મહિલાએ કયા કારણોસર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના ચિત્રાખડે ગામે રહેતા ભાનુબેન પ્રવીણભાઈ ડાભી (૨૮) નામની મહિલાએ પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને મહિલા બેભાન હાલતમાં સારવાર હેઠળ હોય આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈકમાં પાછળના ભાગે બેઠેલ રાજકોટના મવડી પ્લોટ પાસે મફતપરામાં રહેતા ઇન્દુબેન ભગવાનભાઈ પાટીલ (૬૯) નામના મહિલા રસ્તા ઉપર નીચે પટકાયા હતા જેથી તેઓને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને હોસ્પિટલે તે મહિલાને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના જોધપર ગામે રહેતા કાનજીભાઈ ભુરાભાઈ અજાણા (૬૫) ને અકસ્માતમાં બનાવવામાં ઈજા થતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મણીભાઈ ગામેતી ચલાવી રહ્યા હોય તેમની પાસેથી જાણવા મળતી વિગતો મુજબ બાઈક અને કાર વચ્ચે જોધપર ગામ પાસે અકસ્માત થયો હતો જેમાં ઇજા થવાથી કાનજીભાઈ અજાણાને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા છે




Latest News