મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના મોડપર ગામે વિદેશી દારૂની બોટલ-દેશી દારૂની ભઠ્ઠીના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE









મોરબીના મોડપર ગામે વિદેશી દારૂની બોટલ-દેશી દારૂની ભઠ્ઠીના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબીના આમરણ પીપળીયા રોડ ઉપર નવા બનતા પુલિયા નજીક દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો, ગેસનો બાટલો, ગેસનો ચૂલો વગેરે મુદ્દામાલ મળી આવ્યો હતો જો કે, આરોપી હાજર ન હોવાથી પોલીસે આરોપીને પકડવા માટે તેના ઘરે રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી દારૂની પાંચ બોટલ મળી આવી હતી જેથી પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મોડપર ગામની સીમમાં આમરણ પીપળીયા રોડ ઉપર નવા બનતા પુલિયા પાસે વોકડામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે અગાઉ પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૦૦ લીટર આથો મળી આવ્યો હતો તેમજ ગેસનો બાટલો, ગેસનો ચૂલો, તપેલા વગેરે ભઠ્ઠીનો મુદ્દામાલ વળી આવતા પોલીસે ૨૫૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી અક્ષયભાઈ વિનુભાઈ સોલંકી જાતે દેવીપુજક રહે. મોડપર વાળાની હોવાનું સામે આવતા તેને પકડવા માટે તેના ઘરે રેડ કરી હતી ત્યારે આરોપીના ઘરમાંથી વિદેશી દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૫૦૦ રૂપિયાની દારૂની પાંચ બોટલ કબજે કરી હતી અને આરોપી અક્ષય વિનુભાઈ સોલંકી ઘરે પણ હાજર ન હોવાથી પોલીસે તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે આરોપી અક્ષયભાઈ વિનુભાઈ સોલંકી જાતે દેવીપુજક રહે. મોડપર વાળાની ધરપકડ કરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના નારણકા ગામ પાસેથી રીક્ષા પસાર થતી હતી ત્યારે ત્યાં રીક્ષા કોઈ કારણોસર પલટી મારી ગઈ હતી જેથી કરીને મોરબીના વીસીપરામાં રહેતી નોતીયાર શહેરનાજ નિજામભાઈ નામની મહિલાને ઈજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે




Latest News