મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ ​​​​​​​મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ વાંકાનેર શહેરના એનડીપીએસના ગુનામાં આરોપી ઝડપાયો
Morbi Today

સોશ્યલ મીડિયાથી સાવધાન: મોરબીમાં ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ


SHARE





સોશ્યલ મીડિયાથી સાવધાન: મોરબીમાં ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ નજીકના વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનનાર પરિવાર દ્વારા એ ડિવિઝન પોલીસે સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે ઇન્સ્ટગ્રામથી સંપર્ક કરીને સગીરાનું અપહરણ કરનાર આરોપીની ઝઘડિયા તાલુકાના રાજપારડી જીઆઈડીસીમાંથી ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ નજીકના વિસ્તારમાં રહેતા પરિવારની ૧૪ વર્ષની સગીર દીકરીનું તા.૨૪-૪ ના સવારના સાત વાગ્યાથી નવ વાગ્યા દરમિયાનમાં અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હતો જેથી કરીને સગીરાન પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી જો કે, સગીરાની કોઈ ભાળ મળી ન હોય ભોગ બનેલ સગીરાના પિતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજાએ આઇપીસી કલમ ૩૬૩ મુજબનો ગુનો દાખલ કરીને ભોગ બનેલ સગીરાને શોધી કાઢવા અને આરોપીને પકડવાની દિશામાં ચક્રોગતિમાન કરી હતા અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી શાહરુખ ઉર્ફે રવિ નરેશભાઈ જોગી (૨૧) રહે. રાજપારડી જીઆઈડીસીમાંથી તાલુકો ઝઘડિયા જિલ્લો ભરુચ વાળાની ધરપકડ કરેલ છે અને સગીરા પણ તેની સાથે મળી આવી હતી અત્રે ઉલેખનીય છે કે, આ શખ્સે ઇન્સ્ટગ્રામની મદદથી સગીરાનો સંપર્ક કર્યો હતો અને પ્રેમજાળમાં ફસાવી હતી ત્યાર બાદ મોરબી આવીને સગીરાના ઘરેથી જ તેનું અપહરણ કરી ગયો હતો હાલમાં પોલીસે મેડિકલ પુરાવ મેળવવાની તેમજ આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરી છે




Latest News