હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીની ભાજપ શાસિત પાલિકામાં કરવામાં આવેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા વહીવટદારને કોંગ્રેસની રજૂઆત


SHARE













મોરબીની ભાજપ શાસિત પાલિકામાં કરવામાં આવેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા વહીવટદારને કોંગ્રેસની રજૂઆત

મોરબી પાલિકામાં ભાજપની સત્તા હતી અને ભાજપ શાસિત નગરપાલિકા છેલ્લા બે વર્ષમાં પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સરેઆમ નિષ્ફળ ગયેલ છે હાલના શાસનમાં પણ પ્રજાને પ્રાથમિક સુવિધાઓ મળશે તેવી અપેક્ષા હતી પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ પ્રજાના ટેસ્ટના પૈસાથી ભરાયેલી તેજોરી ભાજપ શાસિત પાલિકાના સદસ્યોની બિન આવડત અને વહીવટી જ્ઞાનની કમીના કારણે સાફ થઈ ગયેલ છે ત્યારે મોરબી શહેરમાં કચરા કલેક્શન કરતી ગાડીઓ બંધ છે અને રોડ રસ્તાઓ ઉપર કચરાના ઢગલાઓ ખડકાયેલા છે ત્યારે ભ્રષ્ટાચારની તપાસ કરીને પગલાં લેવામાં આવે તેના માટે વહીવટદારને રજૂઆત કરવામાં આવી છે

મોરબી પાલિકામાં ભાજપના સદસ્યોએ છેલ્લા બે વર્ષમાં કરેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે અને  ભ્રષ્ટાચાર કરનાર લોકોની સામે કડકમાં કડક કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે અને મોરબી નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટ ખરીદીમાં બેફામ ભ્રષ્ટાચાર થયેલો છે જે જનરલ બોર્ડમાં પણ ચર્ચામાં આવેલો તેવી જ રીતે મોરબી શહેરમાં પ્રજાની માંગણી વગર ફોલ્ડીંગ સ્પીડ બ્રેકર નાખવામાં આવેલા જે ફોલ્ડિંગ સ્પીડ બ્રેકર આજ મોરબી શહેરના એક પણ રોડ ઉપર દેખાતા નથી ! ત્યારે આ સ્પીડ બ્રેકર કયા વિસ્તારમાં  નખાયેલા અને તેનું બિલ ચૂકવાયું છે ? તેમાં કેટલા ટકાનું કમિશન લેવામાં આવેલ છે ? તેની તપાસ કરવામાં આવે તેવી જ રીતે મોરબી શહેરમાં જે નવા  રોડ રસ્તાઓ બનાવવામાં આવેલા  તે રોડ રસ્તાઓના કામ નબળી ગુણવત્તા ન થયેલા અને  સમય પહેલા તૂટી ગયેલ છે તો તેમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે અને નબળા રોડ રસ્તાઓ બનાવનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મુકવામાં આવે તેવી માંગ કરી છે

તેમજ મોરબી પાલિકામાં છેલ્લા બે વર્ષ દરમ્યાન ભાજપના સદસ્ય દ્વારા ભરતી થયેલ રોજમદાર કર્મચારીની તપાસ કરવામાં આવે કે તેઓ ખાલી હાજરી પુરવા જ આવે છે અને પ્રજાના પેસાનો ખોટો પગાર મેળવે છે અને  ઘણા કર્મચારીના તો બોગસ બેંક ખાતા  ખોલાવી પગાર બરોબર લઇ લેવામાં આવે છે ! તેમજ મોરબી નગરપાલિકાના  પ્રમુખે પોતાને મળેલી સત્તાના ભાગરૂપે ૪૫ ડી મુજબ કરેલા ખર્ચની રકમ જનરલ બોર્ડમાં મંજૂર નથી થયેલ જેથી તેમની પાસેથી તાત્કાલિક વસુલાત કરીએ પૈસાની પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તેવી માગણી મોરબી જિલ્લા કોંગ્રેસ પક્ષના મહામંત્રી મહેશભાઈ  રાજ્યગુરુ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ  કે.ડી. પડસુંબીયા, માલધારી સેલના રમેશભાઈ રબારી, કે.ડી. બાવરવા તેમજ એલ.એમ. કંજારિયાએ માંગ કરી છે






Latest News