મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં આઠ મહિના પહેલા થયેલ ચોરીના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો


SHARE





મોરબીમાં આઠ મહિના પહેલા થયેલ ચોરીના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો

મોરબીમાં ૮ મહિના પહેલા થયેલ ચોરીના ગુનામાં પાંચ આરોપી પકડાયા હતા એક આરોપીને પકડવાનો બાકી હતો જે ૮ મહિનાથી નાસ્તો ફરતો આરોપીને સુરતના વરાછા ખાતેથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના કરવામાં આવેલી હોય ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ.એ. જાડેજાએ મોરબી સીટીમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સ્ટાફને સુચના આપેલ હતી દરમિયાનમા ગત તા.૩૦-૮-૨૨ ના રોજ રાત્રીના મોરબી શનાળા રોડ ઉપર સમયના ગેઇટ પાસે આવેલ બજરંગ સેલ્સ એજન્સી" નામની દુકાનના તાળા રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી પાનબીડીસીંગારેટગુટખાસોપારી તથા સાબુ-સેમ્પુ વિગેરે મળી કુલ રૂા. ૧,૫૪,૫૦૦ ના માલમત્તાની ચોરી કરી હોવાની ફરીયાદ દુકાનદાર અમીતભાઇ મગનભાઇ અંબાણી રહે.મોરબી વાળાએ કરેલ હતી. ચોરીના આ બનાવમા કુલ પાંચ આરોપીઓની અગાઉ ધરપકડ થયેલ છે અને એક આરોપી છેલ્લા ૮ માસથી નાસતો ફરતો હોય તે આરોપી સુરત વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝનના એએસઆઇ રાજદીપસિંહ રાણા, સિદ્ધરાજસિંહ જાડેજા અને અરજણભાઈ ગરીયાએ ચોરીના ગુનામા ફરાર આરોપી રાજદીપસિંહ દિગ્વિજયસિંહ જાડેજા જાતે દરબાર (૩૮) રહે. મૂળ ભાવનગર વાળાની ધરપકડ કરેલ છે આ આરોપી અગાઉ પણ ચોરીના જુદાજુદા બે ગુનામાં પકડાયેલ છે




Latest News