હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે છકડો રીક્ષાને આઇસરે હડફેટે લેતા બે યુવાનો રાજકોટ ખસેડાયા


SHARE













મોરબીના મકનસર પાસે છકડો રીક્ષાને આઇસરે હડફેટે લેતા બે યુવાનો રાજકોટ ખસેડાયા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામે પાવર હાઉસ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રોડ સાઈડમાં ઉભેલ છકડો રીક્ષાને આઇસર ચાલકે હડફેટ લેતા બે યુવાનોને ઈજા પહોંચતા મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલે ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ પાસે આવેલ પાવર હાઉસ નજીક રોડની સાઈડમાં છકડો રીક્ષા ઊભી રાખીને ચા-પાણી પીવા ઉભેલા સંજય લાલજી ચારોલીયા જાતે દેવીપુજક (ઉમર ૨૫) રહે.નવાપરા તા.વાંકાનેર અને તેની સાથે રહેલા પીન્ટુ ચમનભાઈ કુંઢીયા (ઉમર ૧૮) રહે.પંચાસીયા તા.વાંકાનેર વાળાઓને પુરપાટ નીકળેલ આઇસર મેટાડોરના ચાલકે છકડો રીક્ષા સહિત હડફેટે લીધા હતા જેમાં સંજય ચારોલીયા અને પીન્ટુ કુંઢીયાને માથા-કમર અને શરીરે ઇજાઓ થવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અહીં રાબેતા મુજબ પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ બંનેને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે આ બનાવ અંગે નોંધ થતા હાલમાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતી મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં સિવિલે લાવવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ વાંકાનેર હાઇવે ઉપર આવેલ પાનેલી ગામે રહેતા જયશ્રીબેન અવચરભાઈ ડાભી નામની ૩૦ વર્ષની મહિલાને પાનેલી ગામે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચતા તેઓને સારવાર માટે અત્રે સિવિલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ મથકના મણિલાલ ગામેતી દ્વારા આ અંગે તપાસ ચલવામાં આવતા ખુલ્યું હતું કે જયશ્રીબેન ડાભી ઈલેક્ટ્રીક સ્કૂટર લઈને વાડી વિસ્તારમાં રહેતા હતા ત્યારે અન્ય બાઇક ચાલકે તેમના સ્કૂટરને હડફેટ લેતા વાહન અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળેલ છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના બરવાળા ગામના રહેવાસી જયંતીભાઈ મગનભાઈ ડાભી નામનો ૨૩ વર્ષનો યુવાને તેના ઘરે ફિનાઈલ પી ગયો હતો જેથી તેને સારવારમાં ખસેડાયો હતો તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે વિચારવાયુ થઈ જવાના લીધે તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.






Latest News