મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને લિયો સીટી દ્વારા વિના મૂલ્યે આઠમો નેત્રમણી અને બીજો ઓર્થોપેડીક કેમ્પ યોજાયો


SHARE





લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને લિયો સીટી દ્વારા વિના મૂલ્યે આઠમો નેત્રમણી અને બીજો ઓર્થોપેડીક કેમ્પ યોજાયો

રણછોદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા પ્રેરિત અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વિનામૂલ્યે આ બંને કેમ્પનું દાતાઓના સહયોગથી આયોજન પીપળીયા પાસે આવેલ કે.પી.ટેકનોન વુવન ફેકટરીમાં કરવામાં આવ્યું હતુ.આ કેમ્પને દિપ પ્રાગટય કરીને ખુલો મૂકવામાં આવ્યો હતો.આ દીપ પ્રાગટયમાં સેવાભાવી ડોકટર આ આઠમા કેમ્પના દાતા મણિલાલ કાવર સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા તેમજ પાસ્ટ પ્રેસિડેન્ટ અને પ્રોજેક્ટ ચેરમેન ભીખાભાઈ લોરિયા, પ્રાણજીવનભાઈ રંગપડીયા, સેક્રેટરી કેશુભાઈ, ખજાનચી ટી.સી.ફૂલતરિયા, સભ્યો મહાદેવભાઈ, મનુભાઈ જાકાસણીયા અને સવ્યંમ સેવકો તેમજ દરિદ્રનારાયણોની હાજરી હતી.કેમ્પમાં આંખના ૯૮ દર્દીઓને તપાસ્યા જેમાંથી ૨૭ વ્યક્તિઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી મહારાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ઓર્થોપેડિકમાં આયુષ હોસ્પિટલના સર્જન ડો.સૌરભ પટેલે ૨૭ દર્દીઓને તપાસ્યા જેમાંથી ૪ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.કેમ્પની સમગ્ર વ્યવસ્થા રશ્મિકાબેન રૂપાલા તેમજ લિયો કલબના પ્રેસિડેન્ટ અને તેમની ટીમે કરી હતી.સદગુરૂદેવ રણછોડદાસ બાપુની આરતી કરી તમામ દરિદ્રનારાયણોને ભોજન પ્રસાદ લેવડાવી સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરીને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને લિયો કલબ ઓફ મોરબી સીટી દ્રારા કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.આ સેવાકીય કેમ્પના દાતાએ ઝોન પોલીફેબ એલએલપીના માલિક મણિલાલ કાવર તેમના સૂપુત્રો ચેતનભાઈ કાવર અને સંદીપભાઈ કાવર હતા તેમ પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈ કાવરએ યાદીમાં જણાવેલ છે




Latest News