હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ કારખાનામાં માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતો યુવતીએ અંતિમ પગલું ભર્યું


SHARE













મોરબી નજીક આવેલ કારખાનામાં માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતો યુવતીએ અંતિમ પગલું ભર્યું

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ સેનેટરીના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા પરિવારની યુવતીને તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ સોકા સેનેટરી નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા નિલેશભાઈ નરસીભાઈ વિંજવાડીયાની દીકરી ચંદ્રિકાબેન વીંજવાડીયા (૧૮)એ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ એન.જે. ખડીયા અને તેના રાઈટર વાસુદેવભાઈ ચલાવી રહ્યા હોય તેઓની પાસેથી જાણવા મળતી વિગત મુજબ મૃતક ચંદ્રિકાબેનને તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા તેણે પોતાના રહેણાંકની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે હાલમાં મોરબી તાલુકા પોલીસે આ અંગેની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News