મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જસાપર ગામ પાસે પાણીના વહેણમાં કચરો નાખવા બાબતે યુવાનને કુહાડી અને પાઇપ પાઇપ માર માર્યો: ચાર સામે ફરિયાદ


SHARE





માળીયા (મી)ના જસાપર ગામ પાસે પાણીના વહેણમાં કચરો નાખવા બાબતે યુવાનને કુહાડી અને પાઇપ પાઇપ માર માર્યો: ચાર સામે ફરિયાદ

માળીયા મીયાણા તાલુકાના જસાપર ગામની સીમમાં આવેલ ક્રિષ્ના હોટલની સામેથી પાણીનું વહેણ પસાર થાય છે તે પાણીના વહેણમાં ક્રિષ્ના હોટલ વાળાએ કચરો નાખ્યો હોવાથી તે ઉપાડી લેવા બાબતે બોલાચાલી કરી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ આધેડ ઉપર કુહાડી અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા આધેડને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેણે ચાર શખ્સોની સામે હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના જસાપર ગામે રહેતા અને ક્રિષ્ના હોટલ ધરાવતા માવજીભાઈ સુખાભાઈ ચાવડા જાતે આહિર (૫૩) એ હાલમાં કાનાભાઈ આલાભાઇ બાલાસરા અને પરબતભાઈ ખીમાભાઈ ચાવડા રહે. બંને મોટી બરાર અને બે અજાણ્યા શખ્સો આમ ફૂલ મળીને ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે જસાપર ગામની સીમમાં આવેલ તેઓની ક્રિષ્ના હોટલ ની સામેથી પાણીનું વહેણ પસાર થાય છે જ્યાં કચરો નાખવામાં આવ્યો હતો જે ઉપાડી લેવા બાબતે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારે આરોપી કાનાભાઇએ તેના હાથમાં રહેલ કુહાડી વડે ઇજા કરી હતી તેમજ પરબતભાઈએ તેના હાથમાં રહેલ પાઇપ વડે માર માર્યો હતો અને અન્ય બે શખ્સોએ ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી આમ ચારેય શખ્સોએ માર મારતા ઈજા પામેલા આધેડને સારવારમાં લઇનેે આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં તેઓએ માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News