મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

માળીયા (મી)માં ઘરમાંથી ૩૫ બોટલ દારૂ-બિયરના ૧૦ ટીન સાથે એક શખ્સ ઝડપાયો


SHARE









માળીયા (મી)માં ઘરમાંથી ૩૫ બોટલ દારૂ-બિયરના ૧૦ ટીન સાથે એક શખ્સ ઝડપાયો

માળીયા મીયાણામાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે માળિયામાં સરકારી હોસ્પિટલ પાછળ રહેતા શખ્સનાં ઘરે દારૂની રેડ કરવામાં આવતા તેના ઘરમાંથી દારૂની ૩૫ બોટલ તથા બિયરના ૧૦ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૪૧૨૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપીની ધરપકડ કરી તેની સામે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણામાં સરકારી હોસ્પિટલ પાસે રહેતા સલીમ નામના શખ્સના ઘરની અંદર દારૂ બિયરનો જથ્થો એની માળિયા તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૩૫ બોટલો તથા બિયર ૧૦ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૪૧૨૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સલીમભાઈ દિલાવરભાઇ જેડા જાતે મિયાણા (૩૬) રહે. સરકારી હોસ્પિટલ પાસે હુસેનશાહ પીરની દરગાહ પાછળ માળિયા વાળો મળી આવતા પોલીસે તેને ધરપકડ કરી તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ખાસ કરીને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂ અને બિયર તે કોની પાસેથી લાવ્યો હતો? તે દિશામાં હાલમાં પોલીસે તપાસ શરૂ કરેલ છે.

દેશી દારૂની ભઠ્ઠી

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ મહાવીરસિંહ ઝાલાની વાડીના શેઢે ખરાબામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૪૫૦ લિટર આથો અને ૭૦ લિટર તૈયાર દેશી દારૂ અને અન્ય ભઠ્ઠીના સાધનો મળીને ૪૬૫૦ નો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી દેવકરણભાઈ ધીરુભાઈ સાબરીયા જાતે કોળી (૩૫) રહે. ભાયાતી જાંબુડીયા વાળાની હોવાનું સામે આવતા તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

દેશી દારૂની ભઠ્ઠી

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં મુકુંદભા જાડેજાની વાડી પાસે આવેલ ખરાબાની જગ્યામાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૦૦ લીટર આથો મળી આવ્યો હતો તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ ૨૯૫૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી મળી આવતા પોલીસે તેને કબજે કર્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી મહેશભાઈ કાનાભાઈ ખરગીયા જાતે ભરવાડ રહે. ભાયાતી જાંબુડીયા વાળાની હોવાનું સામે આવતા તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પકડવા માટે શરૂ કરેલ છે.






Latest News