મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રક ડમ્પર ચલાવવા બાબતે યુવાનને તેના ભાગીદાર અને ભાગીદારના પિતાએ આપી મારી નાખવાની ધમકી


SHARE





મોરબીમાં ટ્રક ડમ્પર ચલાવવા બાબતે યુવાનને તેના ભાગીદાર અને ભાગીદારના પિતાએ આપી મારી નાખવાની ધમકી

મોરબી નજીકના પીપળી ગામે ઇન્ડિયન ઓઇલ પંપની સામેના ભાગમાં યુવાનને ટ્રક ડમ્પર ચલાવવા બાબતે તેના ભાગીદાર તથા ભાગીદારના પિતાએ બેફામ ગાળો આપીને બોલાચાલી કરી હતી અને બાદમાં ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં તેના ભાગીદાર તેમજ ભાગીદારના પિતાની સામે ફરિયાદ નોંધાવવામાં આવાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં આવેલ આંબેડકરનગર કોલોનીમાં રહેતા છગનભાઈ રઘુભાઈ પરમાર (૪૫)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સંજયભાઈ વિનુભાઈ રાઠોડ તથા વિનુભાઈ રાઠોડ રહે. બંને શિવ પાર્ક મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામની સીમમાં ઇન્ડિયન ઓઇલ કંપનીના પંપની સામેના ભાગમાં તેના ભાગીદાર સંજય વિનુભાઈ રાઠોડ તથા ભાગીદારના પિતા વિનુભાઈ રાઠોડ દ્વારા તેની સાથે બોલાચાલી કરવામાં આવી હતી તેમજ ગાળો આપીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં તેના ભાગીદાર સંજય રાઠોડ તથા ભાગીદારના પિતા વિનુભાઈ રાઠોડની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News