મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

નવલખી બંદરે ટ્રકમાં કોલસો ભરવા બાબતે સુપરવાઇઝરને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE





નવલખી બંદરે ટ્રકમાં કોલસો ભરવા બાબતે સુપરવાઇઝરને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી

મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકામાં આવેલ નવલખી બંદર ખાતે શ્રીજી કંપનીના સુપરવાઇઝર સાથે નવલખી બંદર ઉપરથી ટ્રકમાં કોલસો ભરવા બાબતે બોલાચાલી કરીને તેને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની એક શખ્સે ધમકી આપી હતી ત્યારબાદ શ્રીજી કંપનીની બસ માણસોને મોરબી મુકવા માટે આવી રહી હતી ત્યારે રસ્તામાં બસને રોકાવીને સુપરવાઇઝર રમેશ ક્યાં ગયો તેમ કહીને બસમાં ઘૂસેલા શખ્સે ગાળો બોલી હતી જેથી તેને ગાળો બોલવાની ના પાડતા બસના ચાલકને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં બે શખ્સોની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કરિયા સોસાયટીની બાજુમાં આવેલ ઉમિયા સોસાયટીમાં રહેતા ઈકબાલભાઈ સુલેમાનભાઈ કમોરા જાતે વાઘેર (૪૨) એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનિરુદ્ધસિંહ જાડેજા તથા મયુરસિંહ જાડેજા રહે. બંને મોટા દહીસરા તાલુકો માળીયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે શ્રીજી કંપનીમાં સુપરવાઇઝર તરીકે પરત બજાવતા રમેશભાઈ સાથે આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાએ નવલખી બંદર ઉપરથી ટ્રકમાં કોલસો ભરવા બાબતે બોલાચાલી કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને મોઢા ઉપર લાફા મારીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ ફરિયાદી ઈકબાલભાઈ કમોરા શ્રીજી કંપનીની બસમાં શ્રીજી કંપનીના માણસોને બેસાડીને મોરબી મુકવા માટે જતા હતા ત્યારે મયુરસિંહ જાડેજાએ ત્યાં બસની આડે અવરોધો કરીને બસમાં આવીને સુપરવાઇઝર રમેશ ક્યાં ગયો તેમ કહીને ગાળો બોલી હતી ત્યારે ઈકબાલભાઈ કમોરાએ ગાળો બોલવાની ના પાડતા તેને ઢિકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૩૪૧, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News