રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસર ગામે ઘરમાં મુકેલ પેટી પલંગમાંથી દારૂની ૩૩ બોટલ સાથે એકશખ્સ પકડાયો


SHARE









વાંકાનેરના લુણસર ગામે ઘરમાં મુકેલ પેટી પલંગમાંથી દારૂની ૩૩ બોટલ સાથે એકશખ્સ પકડાયો

વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાં પેટી પલંગમાંથી દારૂની ૩૩ બોટલ મળી આવતા પોલીસે ૧૨૩૭૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં એક શખ્સની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી

બનાવી જાણવા મળતી માહિતિ મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા મહેશભાઈ વાઘેલાના ઘરમાં દારૂનો જથ્થો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે મહેશભાઈ વાઘેલાના ઘરમાં પેટી પલંગની સેટીમાંથી દારૂની ૩૩ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૨,૩૭૫ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મહેશભાઈ રમેશભાઈ વાઘેલા જાતે કોળી (૨૧) રહે. ગૌશાળા પાસે લુણસર વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ પાસેથી દારૂની સેલ ઇન પંજાબ લખેલી બોટલો મળી આવી છે જેથી કરીને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

દેશી  દારૂ

માળીયા મીયાણાની ભીમસર ચોકડી પાસેથી પસાર થતી વેગેનાર કાર નંબર જીજે ૧૪ ઇ ૯૦૩૬ ને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી ૧૯૫ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૯૦૦ ની કિંમત નો દારૂનો જથ્થો તથા ૬૫ હજાર રૂપિયાની કિંમતની વેગેનાર કાર આમ કુલ મળીને ૬૮,૯૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દારૂની હેરાફેરી કરતા મહમદહુસેન ઉર્ફે સિદબાદ મુસાભાઇ જેડા જાતે મિયાણા (૨૩) રહે. જેડાવાસ માળિયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મુસ્તાક અકબર જામ અને હુસેન ઈકબાલ ભટ્ટી રહે બંને માળિયા વાળાના નામ સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News