મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નરેન્દ્ર મોદીની તસ્વીર પર ફૂલહાર ચડાવીને ભાજપ કાર્યકરોએ વાયરલ કરેલ તસવીર હવે જીતુભાઇ સોમાણીના ફેસબુક ઉપર મુકાઇ !


SHARE







વાંકાનેરમાં નરેન્દ્ર મોદીની તસ્વીર પર ફૂલહાર ચડાવીને ભાજપ કાર્યકરોએ વાયરલ કરેલ તસવીર હવે જીતુભાઇ સોમાણીના ફેસબુક ઉપર મુકાઇ !

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં 71 માં જન્મ દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી ની તસ્વીર પર ભાજપ કાર્યકરો દ્વારા જ ફૂલહાર ચઢાવી દેવામાં આવ્યો હતો ! અને આ તસવીર સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા હોબાળો મચી જવા પામ્યો હતો.

વાંકાનેર ભાજપનો આંતરિક ગજગ્રાહ જગજાહેર છે ત્યારે વધુ એક ગજગ્રાહ બહાર આવ્યો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 71 માં જન્મ દિવસ નિમિત્તે ભાજપનાં જ કાર્યકરો ઉત્સાહમાં આવી જઈ જીવતા જાગતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર પર ફૂલહાર ચઢાવી દીધો હતો !! અને આ તસ્વીર સોશ્યલ મીડિયામાં ભાજપ કાર્યકર દ્વારા જ વાયરલ કરવામાં આવતાં વાંકાનેર ભાજપનો આંતરિક ગજગ્રાહ બહાર આવ્યો હતો અને સોશ્યલ મિડિયા પર આક્ષેપ બાજી શરૂ થઈ હતી, ત્યારે ભાજપ કાર્યકરો દ્વારા જ ઉત્સાહમાં આવી જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર પર ફૂલહાર ચઢાવી દેતા આ તસ્વીર સોશ્યલ મિડિયામાં વાયરલ કરવામાં આવી છે અને ભાજપના અગ્રણી જીતુભાઇ સોમાણીના ફેસબુક એકાઉન્ટ સહિતના સોશ્યલ મિડીયામાં આ ફોટો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે






Latest News