મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘુંટુ રોડે ટ્રક ચાલકે વૃધ્ધને હડફેટે લેતા સારવારમાં ખસેડાયા


SHARE

















મોરબીના જુના ઘુટુ રોડ ઉપર એકોર્ડ સીરામીક પાસેથી ચાલીને રોડ ક્રોસ કરી રહેલા એક વૃદ્ધ અને ટ્રક ચાલકે અડફેટે લીધા હતા જેથી કરીને તેને માથે, હાથે પગે અને શરીરે ઇજાઓ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના દિકરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના ભડીયાદ રોડ ઉપર સાયન્સ કોલેજની સામે રહેતા કિશોરભાઈ બાલાભાઇ વાઘાણી જાતે કોળી (ઉંમર ૨૭) હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના પિતા જુના ઘુટુ રોડ પર આવેલ એકોર્ડ સીરામીક પાસેથી ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ટ્રેક ટ્રેલર જેમાં બ્લુ કલરનું કન્ટેનર હતુ તેના ચાલકે પોચના વાહનના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને તેના પિતાને હડફેટે લીધા હતા જેથી કરીને તેઓના પિતાને માથા અને હાથે-પગે શરીરે ઈજાઓ થઈ હતી જેથી કરીને તેના પિતાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં કિશોરભાઈની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News