વાંકાનેર બ્રહ્મ સમાજ ગણેશોત્સવમાં Baps સ્વામિનારાયણ સંસ્થાનાં સંતો પધાર્યા
મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની હત્યાના ગુનામાંચાર આરોપીઓની ધરપકડ
SHARE
મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ
મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીની અંદર રહેતા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની ચૂંટણીનાં મનદુખમાં હત્યા કરવામાં આવી હતી જે બનાવમાં મૃતકની પત્નીને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ડાડો ઉર્ફે રફીક સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકને પણ કબજામાં લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી શહેરના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂક ઇબ્રાહીમભાઇ મોટલાણી (૫૨) અને તેના દીકરા ઈમ્તિયાઝ ફારૂકભાઇ મોટલાણી (૨૪) ની ઉપર ગત બુધવારે રાતે લગભગ સાડા દસેક વાગ્યાના અરસામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે બંનેને મોઢા અને છાતીના ભાગ તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીકવામાં આવ્યા હતા જેથી બંનેના મોત નિપજયા છે અને બેવડી હત્યાનો બનાવ બનેલ હતો અને મૃતકના ઘરે ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને આરોપીને પકડવા માટે જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા અને ચૂંટણીના મનદુખના લીધે ફારૂકભાઈ અને તેના દીકરાની હત્યા કરવામાં આવી હોવાની ફારૂકભાઈના પત્નીએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસહ હાલમાં ચાર આરોપીની ધરપકડ કરેલ છે
મોરબી અગાઉ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું હતું ત્યારે ફારૂકભાઇ ઉપપ્રમુખ બન્યા હતા અને પછી કોંગ્રેસ કેટલાક અસંતુષ્ટ સભ્યોએ વિકાસ સમિતિ બનાવી હતી અને ૧૨ જેટલા સભ્યોએ ભાજપનાં બહારથી ટેકો મેળવીને મોરબી નગરપાલિકામાં સત્તાની ધૂરા સંભાળી હતી અને ત્યાર પછીની વિકાસ સમિતિએ સત્તા ગુમાવી હતી અને ભાજપ સત્તા ઉપર આવ્યો હતો આ સમયગાળા દરમ્યાન જ રાજકીય મનદુખના બીજ રોપાયા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે જો કે, આ બેવડી હત્યાના બનાવમાં મૃતકની ફારૂકભાઈના પત્ની રાજીયાબેન ફારૂકભાઇ મોટવાણી (ઉંમર ૫૨)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને પાંચ શ્ખ્સોની સામે તેના પતિ અને દીકરીની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે હાલમાં બી ડિવિઝન પોલીસે એક આરોપીની વડોદરાથી અને ત્રણ આરોપીની મોરબી વીસીપરા વિસ્તારના પાછળના ભાગમાથી ધરપકડ કરેલ છે
હાલમાં પોલીસે જે આરોપીઓની ધરપકડ કરેલ છે તેની માહિતી આપતા ડીવાયએસપી રાધિકા ભારાઈએ જણાવ્યુ હતું કે, ફારૂકભાઈ અને તેના દીકરની હત્યા કરવાના ગુનામાં પોલીસે ડાડો ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમામદ જેડા, અસગર જાકમ ભટ્ટી, જૂસબ જાક્મ ભટ્ટી અને આસિફ સુમરાની ધરપકડ કરલે છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકને પણ કબ્જે લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે મોરબી શહેર અને જિલ્લામાં હત્યાના ગુનામાં આરોપીઓની પોલીસ દ્વારા બનાવની ફરિયાદ નોંધાયા પછી ધરપકડ તો કરી લેવામાં આવે છે જો કે, જીલ્લામાં જે રાજકીય સીનારીઓ બદલઇ રહ્યો છે અને લોહિયાળ રાજકારણ વધી રહ્યું છે તે ક્યાકને કયાક આગામી દિવસોમાં મોરબીના લોકો અને અધિકારીઓએ માટે ચિંતાનો વીશી બની રહેશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી