મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબી મચ્છુ નદીના પટ્ટમાંથી ૨૫૦ મજૂરોનું સ્થળાંતર: હોર્ડીંગ બોર્ડ હટાવ્યા


SHARE









મોરબી મચ્છુ નદીના પટ્ટમાંથી ૨૫૦ મજૂરોનું સ્થળાંતર: હોર્ડીંગ બોર્ડ હટાવ્યા

મોરબીમાં જિલ્લામાં સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે  વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર નગરપાલિકા, પોલીસ વિભાગ, આર & બી સહિત વિવિધ વિભાગોના  સંકલનથી કામગીરી કરવામાં આવી રહી છે.

મોરબીના મચ્છુ નદીના પટ્ટમાં આફતના સમયે યોગ્ય પગલા લઈ શકાય તે માટે નદીના પટ્ટમાં રહેતા પરપ્રાંતીય મજૂર તેમજ સ્થાનિક  ૨૫૦ લોકોને  સ્થળાંતર માટે સમજાવી  વી. સી. હાઇસ્કુલ , એમ.પી. ગર્લ્સ હાઇસ્કુલ, રસિકલાલ બોયઝ હાઈસ્કૂલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેઓના જમવાની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન  હેઠળ જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે આક્સ્મિક સંજોગોમાં યોગ્ય પગલા લઈ શકાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર એક્શન મોડમાં છે.  જે અનવ્યે મોરબી નગરપાલિકા દ્વારા મચ્છુ નદીના પટ્ટમાં જેસીબી અને  ટ્રૅક્ટર દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર, નગર પાલિકા, પોલીસ વિભાગ, આર & બી સહિતનો સ્ટાફ સાથે સંકલિત રહી હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી કરવામાં આવી છે.  મોરબી પોલીસ વિભાગ દ્વારા અધિકારીઓ તેમજ ૭૦ જવાનોના સ્ટાફનો બંદોબસ્ત મચ્છુ નદીના પટ્ટમાં ગોઠવવામાં આવ્યો છે.




Latest News