મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ની હોનેસ્ટ હોટલે પતિ સાથે ગયેલ મહિલાના માથે પથ્થર સાથેનો શેડ પડતાં મહિલાનું મોત


SHARE





માળીયા (મી)ની હોનેસ્ટ હોટલે પતિ સાથે ગયેલ મહિલાના માથે પથ્થર સાથેનો શેડ પડતાં મહિલાનું મોત

મોરબી તાલુકાનાં નાની વાવડી ગામે રહેતા મહિલા મોરબીથી માળિયા મિયાણા પાસે આવેલ હોનેસ્ટ હોટેલે તેના પતિ સાથે ફરવા માટે ગયા હતા ત્યારે અચાનક હોટલનું પતરું માથે પડતાં તે મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની માળીયા પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામના વતની અશોકભાઈ કાસુન્દ્રા અને તેમના પત્ની રાજશ્રીબેન કાસુન્દ્રા કારમાં માળિયા તરફ ગયા હતા અને ત્યારે માળીયા નજીક આવેલ હોનેસ્ટ હોટલે નાસ્તો કરવા માટે બેઠા હતા દરમ્યાન જિલ્લામાં વાવાઝોડાની અસરના ભાગ રૂપે ભારે પવન ફૂંકાતો હતો ત્યારે હોટલનું પતરું પત્થર સાથે શેડની નીચેના ભાગમાં બેઠેલા રાજશ્રીબેન અશોકભાઈ કાસુન્દ્રા (૪૦) ના માથા ઉપર પડ્યું હતું જેથી કરીને તેને માથામાં ગંભીર ઇજા થયેલ હોવાથી તે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ મહિલાના બોડીને માળીયા સરકારી હોસ્પિટલે પીએમ માટે લઈ જવામાં આવી હતી અને આ બનાવની માળીયા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News