મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીનો રજતજયંતી મહોત્સવ ઉજવાયો


SHARE

















મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીનો રજતજયંતી મહોત્સવ ઉજવાયો

મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીની ૨૫ મી વાર્ષિક સાધારણ સભા તાલુકા શાળા નંબર-૧ બુનિયાદી કન્યા શાળા ખાતે યોજાઈ હતી આ સભાના અધ્યક્ષ કલ્પેશભાઈ મહોત હતા અને સભામાં આર.ડી.સી.બેંક ડિરેક્ટર અમૃતલાલ વિડજા અને દલસુખભાઈ વી. બોડામોરબી તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ બળવંતભાઈ કોટડિયાઆર.ડી.સી. ના ઝોનલ ઓફિસર ચેતનભાઈ ભૂતમેનેજર અતુલભાઈ કાલરિયા,  મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયારાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, અશોકભાઈ વડાલિયાબી.આર.સી. કો.ઓર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજા સહિતના હોદેદારો હાજર રહ્યા હતા આ સભામાં મંડળીના મંત્રી જયેશભાઈ બાવરવા દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને દિવંગત સભાસદોને યાદ કરી તેમને ચૂકવેલ સહાયની મંત્રી દ્વારા વિગત આપવામાં આવી હતી ત્યાર બાદ મંડળીના પૂર્વ પ્રમુખ નાનાલાલ આર. દેકાવડિયા, મનસુખભાઈ પી. ભોરણિયા તથા મંડળીના પૂર્વ મંત્રી માવજીભાઈ એ. સંઘાણીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને ધોરણ ૧૨ ના પ્રથમ ત્રણ તેજસ્વી તારલા સ્મિત આનંદભાઈ જોષીકેયુર નરેશભાઈ સરડવાધ્રુવી વિક્રમભાઈ ડાંગર અને ધોરણ ૧૦ ના પ્રથમ ત્રણ તેજસ્વી તારલા પ્રીત જયેશભાઈ બાવરવાહિતેક્ષા રાજેશભાઈ બરાસરાનંદ સનતકુમાર કોરડિયાનું શિલ્ડ અને ટાઇટન વોચ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું  અને સાધારણ સભાના અધ્યક્ષ અને મંડળીના પ્રમુખ કલ્પેશભાઈ મહોતે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે એફ.ડી.ના વ્યાજમાં 0.50 ટકાનો ઘટાડો અને લોનના વ્યાજમાં 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ જાહેરાત સાંભળતાં જ તમામ સભાસદોએ આ ઠરાવને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો આ કાર્યક્રમનું સફળ સંચાલન કારોબારી સભ્ય વિજયભાઈ દલસાણિયા તથા સંજય બાપોદરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News