મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં અષાઢી બીજની રથયાત્રા પહેલા એસપીની આગેવાનીમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઇ


SHARE













મોરબીમાં અષાઢી બીજની રથયાત્રા પહેલા એસપીની આગેવાનીમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઇ

મોરબીમાં અષાઢી બીજના દિવસે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નીકળે છે જેમાં હજારોની સંખ્યામાં રબીર અને ભરવાડ સમાજના લોકો જોડતા હોય છે જેથી આ ધાર્મિક પ્રસંગ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી અને કાલે જયારે રથયાત્રા નીકળશે ત્યારે રથયાત્રાના રૂટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખી દેવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં દરવર્ષે મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન રબારી અને ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે આવતીકાલે અષાઢી બીજના દિવસે શહેરમાં યોજાનાર રથયાત્રાના રૂટ ઉપર એસપી રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં મોરબી એ-ડીવીઝન પોલીસ, એલસીબી, એસઓજી સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગ શાંતિપૂર્ણ રીતે અને એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાઈ તે માટે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી અને રથયાત્રાના રૂટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રામાં ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાતા હોય છે જેથી શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે






Latest News