મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં જુગારની બે રેડ: ત્રણ મહિલા સહિત સાત જુગારી પકડાયા


SHARE









મોરબીના વીસીપરામાં જુગારની બે રેડ: ત્રણ મહિલા સહિત સાત જુગારી પકડાયા

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર ચાર ગોદામ પાસે અને અન્ના સાગર મુરઘી વાળાની પાછળની ગલીમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્રણ મહિલા સહિત કુલ મળીને સાત જુગારી મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ કબજે કરીને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના જુદા જુદા બે ગુના નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના રોહીદાસ પરા વિસ્તારમાં ચાર ગોદામ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે મહેશ ઉર્ફે કલુ હેમુભાઇ ગણેશીયા (૨૪), કાનાભાઈ રામજીભાઈ મણદરીયા (૨૨) અને છગનભાઈ મોતીભાઈ પરેશા (૨૫) રહે. બધા વીસીપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૭૨૦ ની રોકડ કબજે કરી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે જુગારની બીજી રેડ મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર આવેલ અન્ના સાગર મુરઘી વાળાની પાછળની ગલીમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં અબ્દુલભાઈ રહીમભાઈ ભટ્ટી (૩૫), રેખાબેન દેવશીભાઈ સુરેલા (૨૯), મદીના ઉર્ફે સલમાબેન ફકીરમામદ શાહમદાર (૨૮) અને રસીદાબેન સિરાજભાઈ શાહમદાર (૨૪) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૫૦૦ ની રોકડ કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામના પાટીયા પાસેથી માળીયા હાઇવે ઉપર પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ સાથે શેતાનારામ મંગલારામ ભાદુ જાતે બિસ્નોઈ (૨૪) રહે. સમરાતલ હોટલ રામપર ગામના પાટીયા પાસે તાલુકો મોરબી મૂળ રહે રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે




Latest News