મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

ટંકારા પોલીસે ચાંદખેડામાથી ચોરાયેલા બાઈકની સાથે એકની કરી ધરપકડ


SHARE

















ટંકારા પોલીસે ચાંદખેડામાથી ચોરાયેલા બાઈકની સાથે એકની કરી ધરપકડ

ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી બાઈકની ચોરી કરવામાં આવી હતી જે વણશોધાયેલ ગુન્હો ઇ ગુજકોપ પોકેટ કોપ મોબાઇલની મદદથી ટંકારા પોલીસે શોધી કાઢેલ છે

ટંકારા તાલુકા પીએસઆઈ બી.ડી.પરમાર અને સ્ટાફ ચોરી સહિતના ગુનાનો ભેદ ઉકેલવા માટે પ્રયત્નશીલ છે ત્યારે એ.એસ.આઇ. ફારૂકભાઇ યાકુબભાઇ પટેલએ કેજીએન પાન પાસે ઉભેલ હતા ત્યારે એક નંબર પ્લેટ વગરના બજાજ કંપનીના પલ્સર મોટર સાયકલના ચાલક ભુરસીંગભાઇ ભાવસીંગભાઇ ખરાડી રહે. હાલ પાંચવડા તાલુકો જસદણ રહે મૂળ સનોળ ગામ જિલ્લો જાંબવા વાળો નીકળ્યો હતો જેને રોકીને આર.ટી.ઓ.ને લગતા કાગળૉ માગતા નહી હોવાનું જણાવ્યૂ હતું જેથી પોલીસે ચેસીસ નંબર અને એજીન નંબર આધારે ઇ ગુજકોપ પોકેટકોપ મોબાઇલ એપમાં સર્ચ કરતા બાઇક નંબર જીજે ૧ વિએચ ૪૭૩૪ હોવાનું સામે આવ્યું હતું જેથી તેના માલીકનો ટેલીફોનીક સંપર્ક કરતા તેનું બાઇક ૬/૩/૨૦૨૧ ના રોજ ચોરી કરવામાં આવ્યું હોવાથી તેને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું હતું આમ ૬૦,૦૦૦ ના ચોરાઉ બાઈકની સાથે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે આ કામગીરી પીએસઆઇની સૂચના મુજબ એ.એસ.આઇ ફારૂકભાઇ યાકુબભાઇ, રણજીતભાઇ મગનભાઇએ કરી હતી 




Latest News