હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

હળવદના શિવનગર પાસે બાઇકને આઇસરના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE

















હળવદના શિવનગર પાસે બાઇકને આઇસરના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

હળવદ તાલુકાના શિવનગર ગામે જેટકો સબ સ્ટેશન પાસેથી બાઇક લઇને પસાર કરતા યુવાનના બાઇકની સાથે સામેથી આવી રહેલ આઈસર ચાલકે તેનું વાહન અથડાવ્યુ આવ્યું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઈજા થવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના કૌટુંબિક ભાઇએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇસરના ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદમાં રાણીપર રોડ ઉપર આવેલ મહર્ષિ ટાઉનશીપમાં રહેતા રમેશભાઈ ડાયાભાઇ મોરી (ઉમર ૩૨) એ હાલમાં હળવદ પોલીસ સ્ટેશન ખાતે આઇસર ગાડી નંબર જીજે ૩૬ ટી ૯૭૧૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે હળવદના શિવ નગર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનની પાસેથી તેનો કાકાનો દીકરો ભાઈ શિવમ નાગજીભાઈ મોરી (૨૦) પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૩૬ એચ ૮૬૮૦ લઇને પસાર થઈ રહ્યો હતો ત્યારે આઈસરના ચાલકે સામેથી આવીને તેના બાઈક સાથે પોતાનું વાહન અથડાવેલ હતુ જેથી કરીને શિવમને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માતના બનાવોમાં પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ પાસે આવેલ સિરામિકના કારખાના નજીક ઝૂંપડામાં દેશી દારૂ હોવાની બાતમી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ૧૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને બે કિંમતના દારૂ સાથે હાલમાં પોલીસે રણછોડભાઈ ઉર્ફે ગડો ધારશીભાઈ વાઘેલા (૩૦) રહે સરતાનપર ગામ ઝૂપડા વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવતી ગુમ

હળવદ તાલુકાનાં ખેતરડી ગામે રહેતા લાલાભાઇ પેથાભાઇ સેફાત્રા જાતે-ભરવાડ (ઉ.૫૩)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને તેની દીકરી સોનલબેન લાલાભાઇ સેફાત્રા જાતે-ભરવાડ (ઉ.૨૨) ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સોનલબેન ગઈ તા.૧૬ ના રોજ પોતાના ગામ ખેતરડીથી વાંકાનેર પોતાની ભાભી સાથે હટાણુ કરવા માટે ગઈ હતી ત્યારે સીટી સ્ટેશન રોડ પરથી બપોરના આશરે દોઢેક વાગ્યાના સુમારે પોતાની ભાભીને પોતે બુટીયા લેવા મેઇન બજારમાં જવાનુ કહીને ગયેલ હતી જે હજુ સુધી પરત આવેલ નથી




Latest News