ટંકારા પોલીસે ચાંદખેડામાથી ચોરાયેલા બાઈકની સાથે એકની કરી ધરપકડ
ટંકારાના વાછકપર ગામે પાણીમાં ડૂબી જતાં તરુણનું મોત
SHARE
ટંકારાના વાછકપર ગામે પાણીમાં ડૂબી જતાં તરુણનું મોત
ટંકારા તાલુકાના વાછકપર ગામે ખાડામાં પાણી ભરેલ હતું જે ખાડામાં ભરેલા પાણીમાં ડૂબી જવાથી તરુણનું મોત થયું છે જેથી ટંકારા પોલિસેને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
બનાવની મળતી માહિતી મુજબ ટંકારાના વાછકપર ગામે રહેતા કાળુભાઇ પરમારનો દીકરો ગંગાદાસ પરમાર (૧૫) ગઇકાલે કોઇપણ કારણોસર ત્યાં પાણી ભરેલા ખાડામાં ડુબી ગયો હતો જેથી તેને રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું હાલમાં ટંકારા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે