મોરબીમાં ધોળા દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો, હેલોઝન બંધ કરવા રજૂઆત..!
20-09-2021 01:29 PM
SHARE
JOIN OUR GROUP
મોરબીમાં ધોળા દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો, હેલોઝન બંધ કરવા રજૂઆત..!
મોરબી પાલીકામાં રાજ ભાજપનું હોય કે કોંગ્રેસનું રૂટીમ ફરીયાદો તો વર્ષોથી ચાલ્યા જ આવે છે કારણકે કોઇના દ્રારા સમસ્યાનો કાયમી ઉકેલ શોધવામાં જ આવતો નથી સરકાર લાખો નહીં કરોડોની ગ્રાંટ લોક સુખાકારી માટે ફાળવે છે છતાં સતાધીસો તેમજ અધીકારી અને પેધી ગયેલ સ્ટાફ-કોન્ટ્રાકટરોની મિલીભગતને લીધે રોડ-રસ્તા, સ્ટ્રીટલાઅટ, સફાઇ, ભુગર્ભ, બાગ-બગીચાના પ્રશ્નોનો કદી કાયમી ઉકેલ લાવવામાં જ આવતો નથી અને લાખોના બીલો પાસ થઇ જવા છતાં મોરબીવાસીઓના નસીબમાં તો ફરીયાદો કરવાનું જ રહેતુ હોય પાલીકાના સતાધીસો તેમજ અધીકારી અને પેધી ગયેલ સ્ટાફ-કોન્ટ્રાકટરોએ આત્મંથન કરવાની જરૂર છે.
તાજેતરમાં એક જાગૃત નાગરીક એવા વકીલ સંજય રાજપરાએ પાલીકાને ઉદેશીને રજુઆત કરેલ છેતે હાલમાં છેલ્લા ઘણા સમયથી ધોળા દિવસે શબેરમા મોટા ભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો, હેલોઝન ચાલુ રહે છે તેને સમયસર બંધ કરવાના વ્યવસ્થા ગોઠવવી જોઇએ. રજુઆતમાં જણાવ્યા મુજબ ગત તા.૧૭ સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૧ માં જન્મદિવસની ઉજવણી દેશભરમાં યજ્ઞ વગેરે કાર્યક્રમો કરીને કરવામાં આવી.વડાપ્રધાન ઊર્જા બચત માટે તથા આપણા દેશને અગ્રેસર તેમજ વિશ્વ ગુરુ બનાવવા હંમેશા કાર્યશીલ છે.તેની વચ્ચે મોરબીમાં તા.૧૮ તથા ૧૯ સપ્ટેમ્બરના દિવસોમાં રવાપર રોડ, શનાળા રોડ ઉપરની સોસાયટીઓમાં તેમજ પાડાપુલ-મયુરપુલ સહિત શહેરના અનેક વિસ્તારોમાં દિવસે લાઇટો ચાલુ હતી.જોકે આ ફરીયાદ અગાઉ અન્ય એક જાગૃત નાગરીક પ્રહલાદસિંહ જાડેજાએ પીજીવીસીએલની "ઉર્જા બચાવો" રેલી સમયે કરી હતી માટે સરકારના વિજબચતના સુત્રને ચરીતાર્થ કરવા મોરબી પાલીકા કયારે કટીબધ્ધ થશે અને દિવસે ચાલુ રહેતી અને રાત્રે બંધ રહેતી સ્ટ્રીટ લાઇટોના પ્રશ્નઓ કયારે ઉકેલશે..? એ તો આગામી સમય જ બતાવશે.