મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન સારવારમાં


SHARE









મોરબીના જેતપર ગામે વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન સારવારમાં

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા રહેતા નંદલાલ રૂપાભાઈ અમૃતિયા નામના ૪૦ વર્ષના યુવાનને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને સારવાર બાદ તાલુકા પોલીસને જાણ કરાતા બીટ જમાદાર ફિરોઝભાઇ સુમરાએ તપાસ હાથ ધરી હતી તેમના જણાવ્યા પ્રમાણેનંદલાલ બાઈક લઈને પોતાના ખેતર તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઇક સાથે રોજડુ અથડાતા અકસ્માત સર્જાયો હતો જે બનાવમાં તેને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા : મોરબી તાલુકાના નવા સાદુરકા ગામે રહેતા અંબારામભાઈ રામજીભાઈ પાંચોટિયા નામના ૫૩ વર્ષના આધેડ બાઈક લઈને સાદુરકા ગામ પાસેથી જતા હતા ત્યારે ગામ નજીક તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા ઈજા પામતા સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે મોરબીના ઘુંટુ ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા મોમજી હરખજી અદગામા નામના ૧૮ વર્ષના યુવાનને પણ અકસ્માત બનાવમાં ઈજા તથા સારવારમાં ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો તે મોરબી-હળવદ રોડ ઉપર રામકો સોસાયટી પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા બેભાન હાલતમાં તેને સારવાર માટે ખસેડાયો હતો.તાલુકા પોલીસે ઉપરોક્ત બંને બનાવોની નોંધ કરીને તપાસ હાથ ધરી છે.

ગુમ થયેલ યુવતી મળી આવી :ભોપાલના શ્યામલા હિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી યુવતી ગુમ થઈ હતી અને તેની તપાસમાં ત્યાંના એએસઆઇ દિનેશ મિશ્રા ટેકનીકલ બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને અહીં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્યાંના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી યુવતી મળી આવતા હાલ તે યુવતીને તપાસના કામે હસ્તગત કરીને સાથે ભોપાલ લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે.

પેટ્રોલ પી જતા સારવારમાં :મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટિક સીરામીક નજીક રહેતા અને મજૂરી કામ કરતા સોભારામ ચૌહાણ નામના ૪૭ વર્ષના આધેડે કોઈ કારણોસર પેટ્રોલ પી લેતા તેને સામાકાંઠેની સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.




Latest News