મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની જેલમાં રહેલ છેતરપિંડીના ગુનાના આરોપીને સારવાર માટે રાજકોટ ખસેડાયો


SHARE









મોરબીની જેલમાં રહેલ છેતરપિંડીના ગુનાના આરોપીને સારવાર માટે રાજકોટ ખસેડાયો

મોરબીની સબ જેલમાં રહેલ વાંકાનેરના કલમ ૪૨૦ ના ગુનામાં પકડાયેલ આરોપીને આંચકી ઉપાડતા તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં તે સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીના જેલ રોડ ઉપર આવેલ સબ જેલમાં રાખવામાં આવેલ વાંકાનેરના કલમ ૪૨૦ ના ગુનામાં પકડાયેલ રમેશ રામસંભુભાઈ પ્રજાપતિ (૫૧) કે જે હાર્ટનો દર્દી છે અને તેને જેલમાં હતો ત્યારે આંચકી ઉપાડતા પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું હાલમાં જાણવા મળ્યું છે અને હાલમાં તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

ઝેરી અસર :ટંકારા તાલુકાના હીરાપર ગામે વાડી વિસ્તારમાં રહેતી સકીના યાંગા બામણીયા (૨૩) નામની મહિલાને રાત્રિ દરમિયાન જેની જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી તે મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે આ મહિલા પ્રેગનેટ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ.ચાવડાએ કર્યા બાદ આ બનાવો ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં જાણ કરી છે.

મારામારીમાં ઇજા : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા લાભુ મેઘા ગઢવી (૨૫) નામના યુવાનને માધાપર શાકમાર્કેટ પાસે રાત્રિના સમયે મારા મારીનો બનાવ બન્યો હતો તેમાં ઇજા થઈ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News