મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ખોટું સોલવંશી જામીન રજૂ કરવાના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ખોટું સોલવંશી જામીન રજૂ કરવાના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબી જિલ્લાના વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ગુનાના કામે જપ્ત કરવામાં આવેલ હિટાચી મશીનને છોડવા માટે હાઇકોર્ટમાંથી હુકમ કરવામાં આવ્યો હતો અને સોલવંશી જામીન મોરબીની કોર્ટમાં રજૂ કરવાના હતા જોકે, આરોપીને ખોટું સોલવંશી જામીન હોવાની જાણ હોવા છતાં તે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કર્યું હતું અને તે અંગેની જાણ અધિકારીને થઈ જતા કોર્ટમાં ખોટું સોલવંશી રજૂ કરવા બદલ ત્રણ શખ્સોની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી જેના ગુનામાં પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વખતે પ્રમાણે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ ૨૦૨૨ માં આઇપીસી કલમ ૩૭૯ અને ગુજરાત મિનરલ્સ રૂલ્સ ૨૦૧૭ ના નિયમ મુજબ તેમજ એમ.એમ.આર.ડી. એક્ટ ૧૯૫૭ ની કલમ ૪(૧) અને 4 (૧-એ) તથા ૨૧ પેટા કલમ ૧ થી ૬ અને જીએમએમસીઆર ૨૦૧૭ ના નિયમ મુજબ હિટાચી મશીન કબજે કરવામાં આવ્યું હતું અને આ હિટાચી મશીનને મુક્ત કરવા માટે હાઇકોર્ટમાંથી તા ૬/૨/૨૦૨૩ ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો અને ૧૦,૬૦,૭૫૯ નું સોલવંશી સર્ટી રજૂ કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો હતો. જોકે રાજુભાઈ બુટાભાઈ ફાંગલીયા (૪૨) રહે. મોરથળા તાલુકો થાન વાળાએ હિટાચી મશીન છોડાવવા માટે હાઇકોર્ટના હુકમ મુજબ મોરબીની ડિસ્ટ્રીક કોર્ટમાં સોલવંશી સર્ટી રજૂ કરવાનું હતું. જે સોલવંશી સર્ટી રજૂ બોગસ બનાવીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યું હતું

આ અંગેની આરોપીને જાણ હતી તો પણ તેને સોલવંશી સર્ટી ખરા તરીકે ઉપયોગ કરીને કોર્ટમાં રજૂ કર્યું હતું જેથી કરીને હાલમાં આ બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કોર્ટના લેખિત હુકમ પછી દિનેશભાઈ ભાણજીભાઈ વાઢેર (૪૭) રહે. એ-૪૦૪ શાંતિપથ રેસીડેન્સી મુઠીયા નરોડા અમદાવાદ, રાજુભાઈ બુટાભાઈ ફાંગલીયા (૪૨) રહે. મોરથળા તાલુકો થાન અને દેવેન્દ્રભાઈ નાથાભાઈ પંડ્યા રહે, ઓઢવ અમદાવાદ તેમજ તપાસમાં જેના નામ સામે આવે તે તમામની સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે  અત્રે ઉલેખનીય છે કે, હાઇકોર્ટમાંથી હિટાચી મશીન છોડવા માટે સોલવંશી જામીન રજૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો જેથી હિટાચીના માલિક દ્વારા તેના વકીલ જય એમ. પરીખ મારફતે દિનેશભાઈ ભાણજીભાઈ વાઢેર (૪૭) રહે. અમદાવાદ વાળાનો નાયબ મામલતદાર સીટી તાલુકા અમદાવાદ દ્વારા તેમજ સર્કલ ઓફિસર તાલુકા સીટી નરોડાની સહી વાળો દારપણાનો દાખલો તા ૨/૩/૨૦૨૩ ના રોજ સિટી મામલતદાર અમદાવાદ દ્વારા કરવામાં આવેલ હોવાનું જણાવીને તેના ઉપર સર્કલ ઓફિસર તાલુકા સીટીના સિક્કો અને સિટી મામલતદાર અમદાવાદનો અશોક ચિહ્નવાળો રાઉન્ડશીલ મારીને દાખલો તૈયાર કરવામાં આવ્યો હતો

તે બોગસ દાખલો વાહનના માલિક રાજુભાઈ ફાંગલીયા દ્વારા મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને આ સોલવંશી સર્ટીની ખરાઈ કરવામાં આવતા સિટી મામલતદાર અસારવા અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી અસારવા તાલુકા સેવાસદન દ્વારા આવો કોઈ દારપણાનો દાખલો ઇશ્યૂ કરવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું હતું જેથી મોરબીની કોર્ટમાં ખોટું સોલવંશી સર્ટી રજૂ કરવામાં આવતા જે ઓફિસનો સિક્કો અને સીલ મારવામાં આવેલ છે તેની ખાતરી કરીને દાખલો ખોટી રીતે ઉભો કરેલ છે તેના સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે મોરબી બી ડિવિઝન પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ ગુનામાં તપાસ અધિકારીએ આરોપી નિતિનભાઈ ડાયાભાઇ પટેલ (૬૧) ધંધો જમીનગીરીમાં પડવું રહે. હાલ ગીતા મંદિર એસટી બસ સ્ટેશન પાસે ફૂટપાથ ઉપર અમદાવાદ મૂળ દર્શ એપાર્ટમેંટ શાસ્ત્રીનગર શાકમાર્કેટ પાસે અમદાવાદ તેમજ પ્રવીણ રઘુભાઈ પંડ્યા (ધામેલ) (૫૫) ધંધો વકીલ સાથે મદદ હાલ રહે. સ્વિમન પાર્ક નોબલનગર સરદારનગર પાસે અમદાવાદ મૂળ રહે ખાટકીવાસ પાસે સાયલા વાળાની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News