મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં બહેન સાથે ઝઘડો કરતાં બનેવીને ઠપકો આપવાનું સાળાને ભારે પડ્યું !


SHARE









મોરબીમાં બહેન સાથે ઝઘડો કરતાં બનેવીને ઠપકો આપવાનું સાળાને ભારે પડ્યું !

મોરબીની લીલાપર ચોકડી પાસે બહેન સાથે અગાઉ ઝઘડો કરનારા બનેવીને ઠપકો આપતા સાળાને ઢીકા પાટુ અને ધોકા વડે બનેવીએ માર માર્યો હતો જેથી ઈજા પામેલ સાળાને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેણે પોતાના બનેવી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના લીલાપર ગામ પાસે એનટી સ્ટુડિયોની સામેના ભાગમાં રહેતા વિનોદભાઈ શાંતિલાલ કડેવાર જાતે દેવીપુજક (૪૦)એ હાલમાં પોતાના બનેવી કેશુભાઈ મનજીભાઈ ફુલતરીયા રહે. વાલાસર તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી તેના બનેવી થાય છે અને અગાઉ તેની બહેન સાથે તેણે ઝઘડો કર્યો હતો જે બાબતે ફરિયાદી યુવાને તેના બનેવીને ઠપકો આપતા બનેવી ઉશ્કેરાઈ ગયા હતા અને તેને ફરિયાદી યુવાનને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ ધોકા વડે માર મારતા પગમાં ફ્રેકચર જેવી ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના બનેવી સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News