મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં માળિયા ફાટક ઓવરબ્રિજ નીચે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત


SHARE













મોરબીમાં માળિયા ફાટક ઓવરબ્રિજ નીચે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી આધેડ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે તે બાઈકને હડફેટ લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલા આધેડોનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી ફરિયાદ લેવા માટે થઈને તજવીજ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પ્રભુ કૃપા ટાઉનશિપમાં રહેતા મનસુખભાઈ હરિભાઈ હિંગળાજિયા (૫૦) નામના આધેડ પોતાનું બાઈક લઈને મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે ઓવરબ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઓવરબ્રિજ નીચે તેઓના બાઇકને ડમ્પરના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં મનસુખભાઈ હરિભાઈ હિંગળાજિયાને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેજને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં આ બનાવની આગળની તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મૃતકના પરિવારજનો હાલમાં અંતિમક્રિયામાં રોકાયેલા હોવાથી તેની ફરિયાદ લેવા માટેની હવે કાર્યવાહી કરવામાં આવશે

ફિનાઇલ પી જતાં સારવારમાં
મોરબીના બેલા ગામ પાસે આવેલ સ્વીડ સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતી ટોનીબેન રમાકાંત હેના (૨૭) નામની મહિલા લેબર કવાર્ટરમાં હતી ત્યારે કોઈ કારણોસર તે ફિનાઈલ પી ગઈ હતી જેથી તે મહિલાને સારવાર માટે ૧૦૮ વડે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે પરિણીતાનો લગ્ન ગાળો ૧૦ વર્ષનો હોવાનું હાલમાં સામે આવ્યું છે જોકે તેને કયા કારણોસર ફીનાઇલ પીધું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે






Latest News