મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સંતાનના કપડાં લેવા બાબતે પતિ સાથે બોલાચાલી બાદ પરિણીતાએ ન કરવાનું કર્યું 


SHARE







મોરબીમાં સંતાનના કપડાં લેવા બાબતે પતિ સાથે બોલાચાલી બાદ પરિણીતાએ ન કરવાનું કર્યું 

મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતી મહિલાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર શેરી નં-૧ માં રહેતા સબાનાબેન અલીભાઈ માણેક (૪૫) નામની મહિલા પોતે પોતાના ઘરે હતી ત્યારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેવા માટેનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સબાનાબેનને તેઓના છોકરાના કપડાં લેવા બાબતે તેના પતિ સાથે બોલાચલી થઈ હતી અને તે બાબતે તેઓને લાગી આવતા તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેવું હાલમાં તેઓના પરિવારજનો જણાવી રહ્યા છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા ઉમેશભાઈ જગદીશભાઈ ઉકેડીયા (૧૫) નામનો સગીર બાઈકમાં પાછળના ભાગે બેસીને ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે અચાનક બાઈકમાંથી પાછળથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને ઈજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાથી સ્થાનિક પોલીસને આ બનાવ અંગેની જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક પાસે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને મોરબીના રવાપર ગામ પાસે આવેલ બોની પાર્કમાં રહેતા મનસુખભાઈ પ્રાણજીવનભાઈ કાવર (૫૮) નામના વૃદ્ધને ઇજાઓ હતી જેથી ઈજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો
જોડિયા તાલુકાના રતનાલ ગામે વાડીએ નરશીભાઈ ડામોરના નવ વર્ષના દીકરા શિવાજીને સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળ કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવ જોડિયા તાલુકા પોલીસની હદમાં હોવાથી ત્યાં જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે






Latest News