મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકાનો ચાર્જ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યને સોપાયો


SHARE









મોરબી નગરપાલિકાનો ચાર્જ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યને સોપાયો

 

મોરબી નગરપાલિકાને સરકાર દ્વારા સુપર સીડ કરવામાં આવ્યા બાદ ત્યાં વહીવટદાર મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ ડેપ્યુટી કલેકટરને મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે મુકવામાં આવ્યા હતા જોકે મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે જે ડેપ્યુટી કલેક્ટરને મૂકવામાં આવ્યા હતા તે વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા મોરબી નગરપાલિકાનો ચાર્જ હાલમાં હળવદના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યને સોંપવામાં આવ્યો છે

 

મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની ઘટનાને ગંભીરતાથી લઈને સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને સુપર સીડ કરવામાં આવી છે અને મોરબી નગરપાલિકાના જે તે સમયના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જોકે ત્યાર પછી કોઈ કાયમી ચીફ ઓફિસર મોરબી નગરપાલિકામાં મુકવામાં આવ્યા નથી અને મોરબી નગરપાલિકાના વહીવટદાર તરીકે મોરબીના અધિક કલેકટર એન.કે. મૂછારને જવાબદારી સોંપવામાં આવી છે અને થોડા સમય પહેલા મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે ડેપ્યુટી કલેકટર ડી.સી. પરમારને મુકવામાં આવ્યા હતા જોકે તેઓ ૩૦ તારીખના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓની જગ્યાએ હળવદના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યને મોરબી નગરપાલિકાના ચાર્જ સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે અને તેઓને મોરબી નગરપાલિકાના ઓફિસર તરીકે મૂકવામાં આવ્યા છે




Latest News