વાંકાનેરના કણકોટ ગામે ગેરકાયદે ખનીજ ચોરી કરતા શખ્સો ઉપર એલસીબીની રેડ: 55 લાખની મુદ્દામાલ કબજે મોરબીના મોટીવાવડી ગામે વાડીની ઓરડીમાંથી 2016 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જીલ્લામાં વસ્તી ગણતરીના કામમાંથી સરકારી શાળાના શિક્ષકોને મુક્તિ આપવા આપની માંગ મોરબીમાં દેશી-વિદેશી દારૂની જુદીજુદી 4 રેડ રાજકોટના વૃદ્ધે બીમારીથી કંટાળીને વાંકાનેરમાં કૌટુંબિક ભાઈના ઘરે ઝેરી દવા પી લેતા સારવારમાં મોત વાંકાનેર ના કેરાળા ગામ ના પાટીયા પાસે આઇસર ટેન્કરના ચાલકે જુદા જુદા બે ટ્રકમાં પાછળથી ટક્કર મારતા અકસ્માત બે ઇજાગ્રસ્તો સારવારમાં ​​​​​​​મોરબી: પ્રેમ લગ્ન કરનાર યુવતીને તેના પિતા-ભાઈએ છરી બતાવીને આપી મારી નાખવાની ધમકી મોરબીમાં વસ્તી ગણતરી માટે મોટા બ્લોકનું વિભાજન કરી નવા ગણતરીદારની નિમણુંક કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી શહેર, હળવદના ધુળકોટ અને ટંકારાના રોહીશાળા ગામે જુગારની રેડ, ૧૬ જુગારી પકડાયા


SHARE











મોરબી શહેર, હળવદના ધુળકોટ અને ટંકારાના રોહીશાળા ગામે જુગારની રેડ, ૧૬ જુગારી પકડાયા

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં જુગારની બદીને ડામવા માટે થઈને સમયાંતરે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવતી છે તેવી જ રીતે મોરબી શહેર, હળવદના ધુળકોટ અને ટંકારાના રોહીશાળા ગામે જુગારની જુદી જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને ૧૬ જુગારીઓને પકડવામાં આવ્યા હતા અને પોલીસે તેની પાસેથી ૬૨૪૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા જુગારના ત્રણ ગુના નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં જુના બસ સ્ટેશન પાછળ મારુતિ પાનની સામે દિવાલ પાસે જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચલણી નોટના આધારે જુગાર રમતા અલ્તાફભાઈ અહમદભાઈ ઓડિયા, ઇકબાલભાઈ હુસેનભાઇ માજોઠી, સલીમભાઈ અજીતખાન ખોરમ અને ઇલિયાસભાઈ નુરમહંમદભાઈ મોવર રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૧૧૫૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

ટંકારા તાલુકાના રોહીશાળા ગામની કોબા નામની સીમમાં ઘોઘમ નામના વોંકળાના કાંઠે રસિકભાઈ પટેલની વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રસિકભાઈ જેઠાભાઇ રૈયાણી (૪૬) રહે. રોહીશાળા, કૃષ્ણસિંહ ઉર્ફે શક્તિસિંહ ભવનસિંહ ઝાલા (૩૮) રહે. નેકનામ, હસમુખભાઈ કરમશીભાઈ રાજકોટિયા (૪૬) રહે. નેસડા, કિશનભાઇ મગનભાઈ વાંક (૨૫) રહે. મીતાણા, શક્તિવનભાઈ છગનભાઈ ભોરણીયા (૫૭) રહે. રોહીશાળા અને મનજીભાઈ ઓધવજીભાઈ વિરમગામ (૬૫) રહે. નેસડા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા ૧૫૦૦૦ કબજે કરીને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આવી જ રીતે હળવદ તાલુકાના ધુળકોટ ગામે હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ધુળકોટ ગામે જાહેરમાં ત્યાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે દીપકભાઈ બાબુભાઈ ગઢીયા (૫૩) જુના ઘાટીલા, કેશવજીભાઈ હરજીવનભાઈ વિડજા (૬૨) રહે. જુના ઘાટીલા, પ્રવીણભાઈ બેચરભાઈ ભોરણીયા (૫૦) રહે. જુના દેવળીયા, ઘનશ્યામભાઈ હરિભાઈ ગઢવી (૫૩) રહે. જુના ઘાટીલા, ચંદુલાલ ગાંડાલાલ વિડજા (૭૧) જૂના ઘાટીલા અને ગોરધનભાઈ કાનજીભાઈ ઝીંઝવાડિયા (૬૨) રહે. ધુળકોટ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૭૩૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News