મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયાનગરમાં શેરીમાં પડેલા લાકડા બાબતે સમજાવવા ગયેલ યુવાનને દંપતીએ માર માર્યો


SHARE









મોરબીના ઉમિયાનગરમાં શેરીમાં પડેલા લાકડા બાબતે સમજાવવા ગયેલ યુવાનને દંપતીએ માર માર્યો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની પાછળ આવેલ ઉમિયાનગરમાં શક્તિ ચેમ્બરની પાછળના ભાગમાંથી યુવાન પોતાની રિક્ષા લઈને જતો હતો ત્યારે શેરીમાં પડે લાકડા બાબતે સમજાવવા જતા દંપતીએ તેની સાથે બોલાચાલી કરીને ગાળો આપીને ઢીકા પાટુનો માર માર્યો હતો તથા નાક ઉપર પથ્થર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પત્નીએ હાલમાં દંપતીની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ ઉમિયા નગરમાં શક્તિ ચેમ્બરની પાછળ રહેતા રવિનાબેન લલીતભાઈ રાઠોડ (૩૧) એ હાલમાં અનિતાબેન જેસીંગભાઇ સોલંકી અને જયસિંગભાઈ ભીમાભાઇ સોલંકી રહે. બંન્ને ઉમિયા નગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓના પતિ પોતાની રીક્ષા લઈને શેરીમાંથી નીકળતા હતા ત્યારે શેરીમાં પડેલા લાકડા બાબતે સામેવાળાને સમજાવવા માટે ગયા હતા અને ત્યારે અનિતાબેન સોલંકીએ ફરિયાદીના પતિને ઉશ્કેરાઈ જેને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા ડાબા પગના પંજામાં પથ્થર મારીને ઇજા કરી હતી તેમજ જેસીંગભાઇ સોલંકીએ પથ્થર વડે ફરિયાદીના પતિને નાકના ભાગે માર મારીને ઈજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર બાદ ભોગ બનેલ યુવાનની પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દંપતિ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં નુકશાની

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર સામે રસ્તા ઉપરથી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કસરા ગામે રહેતા પ્રદ્યુમનસિંહ અનિરુદ્ધસિંહ ગોહિલ જાતે દરબાર (૪૬) પોતાની કાર નંબર જીજે ૮ સીજી ૮૯૫૪ લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલ ટ્રક કન્ટેનર નંબર જીજે ૧૨ ડીટી ૫૫૧૨ ના ચાલકે તેની કારમાં વાહન અથડાવ્યું હતું જેથી કરીને કારમાં નુકસાની થયેલ હોય ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News