મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની વાવડી ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિકજામની સમસ્યા રોજીંદી !


SHARE









મોરબીની વાવડી ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિકજામની સમસ્યા રોજીંદી !

મોરબીના બાયપાસ રોડે આવેલ વાવડી ચોકડી પાસે ટ્રાફિક જામની સમસ્યા કાયમી બની ગયેલ છે આટલું જ નહીં પરંતુ નહેરુ ગેટ, રવાપર ચોકડી, ઉમિયા સર્કલ, ગાંધી ચોક, પરાબજાર, વીસી ફાટક, શકિત ચોક પાસે ટ્રાફીક જામ રોજે થાય છે જો કે, ટ્રાફિક પોલીસ કે પછી પોઈન્ટ ઉપર હાજર રહેલ જવાનો દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેથી વાહન ચાલકો સહિતનાઓને હેરાન થવું પડે છે મોરબીના બાયપાસ રોડે આવેલ વાવડી ચોકડી પાસે કોઈ ટ્રાફિક પોલીસ ન હોવાથી ત્યાર દરરોજ સવારે ટ્રાફિક જામ થાય છે જેથી કરીને કલાકો સુધી લોકોને તેના જ વાહનમાં કેદ થવું પડે છે ત્યારે મોરબીના જુદાજુદા રસ્તા ઉપર થતાં ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તે જરૂરી છે જો તંત્ર દ્વારા કયારે નક્કર કામ કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે




Latest News