મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં મિલ્કત જપ્તી વોરંટ બજાવવા ગયેલ કોર્ટના કર્મચારીને ધમકી આપનાર કારખાનેદાર સહિત બે ની ધરપકડ


SHARE











મોરબીમાં મિલ્કત જપ્તી વોરંટ બજાવવા ગયેલ કોર્ટના કર્મચારીને ધમકી આપનાર કારખાનેદાર સહિત બે ની ધરપકડ

મોરબીના લાલબાગમાં આવેલ એડી.સિવિલ કોર્ટના બેલીફ મેક્સ ગ્રેનાઈટો નામના કારખાનામાં મિલકત જપ્તીના વોરંટની બજવણી માટે સહેદોની સાથે ગયા હતા ત્યારે ઓફિસમાં બેઠેલ સુખદેવભાઈ પટેલે કોર્ટના કર્મચારીને અપમાનજનક શબ્દો કહ્યા હતા અને ફરજમાં રૂકાવટ કરી હતી તેમજ અસલ વોરંટ ફાડી નાખ્યું હતું અને અસલ વોરંટના સરકારી રેકર્ડનો નાશ કરી કોર્ટના કર્મચારીનો કાટલો પકડીને ટાંટિયા ભાંગી નાખશુ તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી તે ગુનામાં પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા

મોરબી નજીકના ભરતનગર ગામે રામજી મંદિરની બાજુમાં રહેતા અને મોરબીની એડી. સિવિલ કોર્ટમાં બેલીફ તરીકે ફરજ બજાવતા ભગીરથભાઈ વીરજીભાઈ પાંચોટિયા જાતે પટેલ (૩૦) એ થોડા સમય પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મેક્સ ગ્રેનાઈટો કારખાના વાળા સુખદેવભાઈ પટેલની સામે ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે દીવાની દરખાસ્ત નંબર ૨૦/૨૦૨૩ મુદ્દત તારીખ ૧૫/૬/૨૩ ના મિલકત જપ્તીના વોરંટની બજવણી અર્થે તા ૨/૬/૨૦૨૩ ના રોજ વાદી કનકરાય બી. શેઠ અને દેવભાઈ ભાવેશભાઈ શેઠને સાથે રાખીને આરોપીના કારખાને ગયા હતા ત્યારે ઓફિસે મિલકત જપ્તી વોરંટની બજવણી કરી હતી ત્યારે આરોપી સુખદેવભાઈ પટેલે ફરિયાદી રાજ્ય સેવક છે તેમ છતાં પણ તેને અપશબ્દો કહીને ગાળો આપી હતી અને સરકરી ફરજમાં રૂકાવટ કરી હતી અને તેના હાથમાં રહેલ કોર્ટનું અસલ વોરંટ જુટવીને ફાડી નાખ્યું હતું અને અસલ વોરંટનો નાશ કરી ફરિયાદીને કાંઠલો પકડીને કહ્યું હતું કે “તું અને તારી કોર્ટ જે થાય તે કરી લેજે બીજી વખત અહિયાં આવીશ તો ટાંટિયા ભાંગી નાખીશુ આ મારા બાપની પેઢી છે જેથી આવા વોરંટ લઈને પૈસા ઉઘરાવવા હાલ્યા આવ્યો છો બીજી વખત અહીય ડોકાતા નહીં નોકરી કરવી છે ને ? આવી ધમકી આપી હતી જેથી કોર્ટના બેલીફે નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકાનાં મહિલા પીએસઆઈ બી.એમ. બગડાએ આ ગુનામાં આરોપી સુખદેવભાઈ લાલજીભાઇ પટેલ (૫૩) રહે. ડ્રીમ પેલેસ રવાપર રોડ નરસંગ ટેકરી સામે મોરબી અને અશોકભાઇ ત્રિભોવનભાઈ પટેલ (૩૮) રહે. દર્શન બંગલોઝ નવા બસ સ્ટેશન પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આરોપીઓને મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ બંને આરોપી જમીન મુક્ત થયેલ છે

વાવડી ચોકડી અકસ્માત
મોરબીના કંડલા બાયપાસ વાવડી ચોકડી નજીક થયેલ વાહન અકસ્માતના બનાવમાં મોરબીના નાની વાવડી ગામે રહેતા પ્રફુલભાઈ ચતુરભાઈ ચડાસણીયા નામના ૪૭ વર્ષના યુવાનને ઇજા થતા સારવાર માટે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના વનાળીયા (શારદાનગર) ગામે રહેતા મનોજભાઈ વાલજીભાઈ ગામી નામના ૪૦ વર્ષના યુવાનને ગામમાં મંદિર પાસેથી સાયકલ લઈને જતા સમયે સાયકલ સહિત નીચે પડી જવાના બનાવમાં ઇજા થતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હોય બીટ વિસ્તારના જમાદાર અર્જુનસિંહ ઝાલા દ્વારા તપાસ કરવામાં આવી હતી.






Latest News