મોરબીના પાનેલી રોડે મચ્છુનગર પાસે પાણીના ખાડામાં ડૂબી જતાં બાળકીનું મોત
મોરબી નજીક સ્પામાં કર્મચારીએ મચ્છર મારવાનું લિક્વિડ પોતાની જાતે મો-નાક ઉપર સ્પ્રે કરતાં સારવારમાં
SHARE
મોરબી નજીક સ્પામાં કર્મચારીએ મચ્છર મારવાનું લિક્વિડ પોતાની જાતે મો-નાક ઉપર સ્પ્રે કરતાં સારવારમાં
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી કેનાલ પાસે આવેલ સ્પાના કર્મચારીએ મેનેજર મચ્છર મારવાનું લિક્વિડ પોતાના મો અને નાક ઉપર સ્પ્રે કર્યું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ ન્યુ પાવરીયાળી કેનાલ પાસે રહેતો અને ન્યુ બુદ્ધા સ્પામાં કામ કરતો સલમાન શેખ (૩૦) નામના યુવાને મચ્છર મારવાના લિક્વિડને પોતાના મો અને નાક ઉપર સ્પ્રે કર્યું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જસપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતા તમને જણાવ્યું હતું કે પગાર પ્રશ્ન આ બનાવ બન્યો હોય તેવી પ્રાથમિક વિગત સામે આવી છે જોકે આગળની તપાસ ચાલી રહી છે
યુવતી સારવારમાં
મોરબીના ભાવપર ગામે કરીમભાઇની વાડીએ રહીને કામકાજ કરતા શારદાબેન વેસુરભાઈ નામની ૨૫ વર્ષીય યુવતીને વાડીએ કામ દરમિયાન વીંછી કરડી જતા સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના મહેન્દ્રપરા મેઇન રોડ ઉપર આવેલ મહાગુજરાત સેલ નજીક રહેતા મંજૂરહુસૈન અબ્દુલભાઈ પરમાર નામના ૨૧ વર્ષના યુવાનને આસવાદ પાન પાસે બાઇક સ્લીપ થઈ જવાની ઘટનામાં ઇજા થતાં તેને પણ સારવાર માટે ખાનગી હોસ્પીટલે લઈ જવામાં આવ્યો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ અમરનગર ગામે રહેતા રજનીભાઈ મનસુખભાઈ પાંચોટીયા (૪૧) ને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે સમર્પણ હોસ્પિટલે લઈ જવાયા હતા તેઓ બાઈક લઈને અમરનગરથી લક્ષ્મીનગર તરફ જતા હતા ત્યારે સિધ્ધી વિનાયક પેટ્રોલ પંપ નજીક રોંગ સાઈડમાં આવેલ કારના ચાલકે તેમના બાઇકને હડફેટ લેતા સર્જાયેલા અકસ્માત બનાવમાં તેમને ઇજા પહોંચી હતી.જેથી હાલ તાલુકા પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.જ્યારે મોરબીના પીપળી ગામે રહેતા શારદાબેન ભરતભાઈ મકવાણા નામની ૪૦ વર્ષીય મહિલાને ઘરેથી મોરબી તરફ આવતા બાઈકના પાછળના ભાગે બેઠા હતા અને દરમિયાનમાં બાઈકમાંથી નીચે પડી જતા જમણા હાથના ભાગે ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.
ચોરીના બનાવમાં ધરપકડ
મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા ચોરીના બનાવમાં સંડોવાયેલા હાજી અકબર (ઉંમર ૨૩) રહે.સોઓરડી માળિયા-વનાળીયા સોસાયટીની ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.તેઓના જણાવ્યા પ્રમાણે મોરબીના માળીયા હાઇવે ટીંબડી ગામ પાસે આવેલ કોમ્પલેક્ષમાંથી મોબાઈલ ચોરી કરવા સંદર્ભના નોંધાયેલ ગુનામાં હાજી અકબરની ધરપકડ કરવામાં આવી હતી.