મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી રોડે મચ્છુનગર પાસે પાણીના ખાડામાં ડૂબી જતાં બાળકીનું મોત


SHARE









મોરબીના પાનેલી રોડે મચ્છુનગર પાસે પાણીના ખાડામાં ડૂબી જતાં બાળકીનું મોત

મોરબીના પાનેલી રોડ ઉપર આવેલ મચ્છુનગરમાં કુદરતી હાજતે ગયેલ બાળકી પાણીમાં કોઈ કારણોસર ડૂબી ગઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળ મોત નીપજયું હતું ત્યારબાદ ફાયર વિભાગને આ બનાવની જાણ કરવામાં આવતા ફાયરની ટીમે ત્યાં પહોચીને બાળકીના ડેડબોડીને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતકના કાકાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ સાયલાના ધારાડુંગરી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રફાળેશ્વર ગામ સામે પાનેલી તરફ જવાના રસ્તા ઉપર આવેલ મચ્છુનગરમાં રહેતા મુકેશભાઈ મંગાભાઈ ઝાલા (૩૨)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે તેઓની ભત્રીજી અસ્મિતાબેન પીતાંબરભાઈ ઝાલા (૭) રહે. મચ્છુનગર વાળી કુદરતી હાજતે ગઈ હતી અને દરમિયાન કોઈ કારણોસર ત્યાં પાણીના ખાડામાં તે ડૂબી જતા તેનું મોત નીપજયું હતું આ બનાવ અંગેની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે ત્યારે પહોંચીને મૃતક બાળકીના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઈજા થતાં સારવારમાં
મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ભાણાભાઈ બાલાભાઇ ગોલતર નામના ૪૫ વર્ષના યુવાનને મોરબીના મકનસર રોડ ઉપર તુલસી પેટ્રોલ પંપ પાસે મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા અને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી.જ્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ સમર્પણ હોસ્પિટલ પાછળના ભાગે રહેતા જયેશ બાબુભાઈ ખરા નામના ૨૪ વર્ષના યુવાનને પણ મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેના પગલે સીટી બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં
મોરબીના પંચાસર રોડ રાધે ક્રિષ્ના સોસાયટી વિસ્તારમાં રહેતા સરોજબેન સુરેશભાઈ વડાવીયા નામના ૪૨ વર્ષીય મહિલાને ઘરે મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા અને એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી હતી. જ્યારે મોરબી વીસીપરામાં રહેતા રહિમભાઇ ઓસમાણભાઈ દલ નામના ૫૦ વર્ષીય આધેડને પંચાસર રોડ જનકનગર સોસાયટી પાસેથી એકટીવા લઈને જતા સમયે એકટીવા સ્લીપ થઈ જતા ઇજા પામતા સારવાર માટે ખાનગી દવાખાને લઈ જવામાં આવ્યા હતા.




Latest News