મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજાવડલા ગામે ડીડીઓના આદેશથી દબાણો દૂર કરાયા


SHARE









વાંકાનેરના રાજાવડલા ગામે ડીડીઓના આદેશથી દબાણો દૂર કરાયા

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે ગામના મુખ્ય માર્ગ ઉપર વર્ષો જુના દબાણ મોરબી જિલ્લા પંચાયત દ્વારા દુર કરવામાં આવ્યા છે. જુના રાજાવડલા ગામની વચ્ચે આવેલા મુખ્ય રસ્તાના બંને બાજુ દબાણો ઉભા કરેલ હતા જેને કારણે મુખ્ય રસ્તાનું કામકાજ બંધ પડેલ હતું તેમજ મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં હતો. આ પરિસ્થિતિના કારણે શાળાએ જતા બાળકો તેમજ મોટી ઉંમરના નાગરિકો સહિત ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ખાસ કરીને ચોમાસામાં સંપૂર્ણ રસ્તામાં પાંચ ફૂટના પાણી ભરતા હતા જેથી ગામની બહાર જવું મુશ્કેલ થઈ પડતું હતું.

જેના પગલે લોકોને પડતી મેશ્કેલી નિવારવા મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી જાડેજાના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઇજનેર એ.એન.ચૌધરી અને પેટા વિભાગના કાર્યપાલક ઇજનેર કે.કે.ઘેટિયા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી રસ્તો અને આજુબાજુનો વિસ્તાર ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. તંત્ર દ્વાર દબાણ કર્તાઓને નોટીસો આપવા છતાંય સ્વેચ્છાએ દબાણો દુર કરેલ નહાતા, છેવટે ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી દબાણો દુર કરાવવામાં આવ્યા હતા.




Latest News