હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા ગામે તું ઘરમાં કામ કરતી નથી કહીને પરિણીતીને પતિ, સાસુ, દિયર અને કાકાજી સસરાએ માર માર્યો


SHARE











વાંકાનેરના કેરાળા ગામે તું ઘરમાં કામ કરતી નથી કહીને પરિણીતીને પતિ, સાસુ, દિયર અને કાકાજી સસરાએ માર માર્યો

વાંકાનેર નજીક આવેલ કેરાળા ગામે રહેતી પરણીતાને તેના પતિ સહિતના ચાર સાસરીયો દ્વારા તું ઘરમાં કામ કરતી નથી અને બેસી જ રહે છે તેમ કહી ગાળો આપી ઢીકા પાટુનો માર માર્યો હતો અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર નજીક આવેલ કેરાળા ગામે રહેતા નિયામતબેન નજરૂદ્દીનભાઈ બાદી જાતે મોમીન (૪૦)એ હાલમાં તેના સાસુ ફાતુબેન અબ્દુલભાઈ બાદી, દિયર અખ્તરભાઈ અબ્દુલભાઈ બાદી, પતિ નજરૂદ્દીન અબ્દુલભાઈ બાદી અને કાકાજી સસરા હુસેનભાઇ હાજીભાઈ બાદી રહે, બધા કેરાળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તે પોતાના દીકરાને નિશાળે મુકવા માટે થઈને ગઈ હતી અને ત્યાંથી ઘરે પરત આવી ત્યારે તેના સાસુ ફાતુબેન બાદીએ તું ઘરનું કામ નથી કરતી અને બેસી જ રહે છે તેમ કહીને મેણાટોણા મારવા લાગ્યા હતા અને ત્યારબાદ ઉસકેરાઈ જઈને ઝપાઝપી કરી ગાલ ઉપર ફડાકો માર્યો હતો અને પીઠમાં ઢીકા પાટુનો માર માર્યો હતો ત્યારે તેના દિયર અખ્તરભાઈ બાદી દ્વારા જેમ ફાવે તેમ ગાળો આપીને કપડાં ધોવાના ધોકા વડે પીઠના ભાગે માર મારી ગળું દબાવ્યું હતું અને ત્યારે ભોગ બનેલ મહિલાનો પતિ વાડીએ હોય તેને ફરિયાદીના દિયર દ્વારા ફોન કરીને બોલાવવામાં આવતા નજરૂદ્દીન બાદી અને તેના કાકા હુસેનભાઇ બાદી ત્યાં ઘરે આવ્યા હતા ત્યારે મહિલાને તેના પતિએ વાળ પકડીને જમીન ઉપર પાડી દઈને માર માર્યો હતો તેમ જ કાકાજી સસરાએ ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News