મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ પાસે કારખાનામાં ઉલ્ટીઓ શરૂ થયા બાદ યુવાનનું મોત


SHARE













મોરબીના નીચી માંડલ પાસે કારખાનામાં ઉલ્ટીઓ શરૂ થયા બાદ યુવાનનું મોત

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે સિરામિક કારખાનામાં રહેતા યુવાનને ઉલટીઓ થવા લાગી હતી જેથી કરીને તેને ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલે લઇ આવતા હતા દરમિયાન રસ્તામાં તે યુવાનનું મોત નિપજ્યુ હતું જેથી કરીને તેની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલે પહોંચાડી હતી અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે સિમેટરા સીરામીક નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો રામબાબુ આહિરવાડ (૧૯) નામનો યુવાન કારખાને હતો ત્યારે તેને ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી જેથી કરીને ૧૦૮ મારફતે તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવતા હતા દરમિયાન રસ્તામાં તેનું મોત નિપજ્યુ હતું જેથી કરીને તેની બોડી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્મતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી પાસે ફ્લેવર સીરામીક પાસેથી બાઈક લઈને મોરબીની રાજનગર સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ માધવજીભાઈ (૪૫) નામનો યુવાન જઇ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માતે બાઈક સ્લીપ થઈ ગયુ હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ જે. એમ  જાડેજા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ઘુટુ ગામ પાસે બે બાઈક સામે અથડાયા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં વિનયકુમાર કૃપાલસિંહ (૨૭) રહે ઊંચી માંડલ ગામ વાળા ને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતામાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ જસપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીની વાવડી ચોકડી પાસે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત નો બનાવ બન્યો હતો અને તેમાં રતિભાઈ દેવશીભાઈ પરમાર (૫૭) રહે પરમારની વાડી હદાણીની વાડી પાસે પંચાસર રોડ મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે

ઝેરી દવા પીધી

વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતો અશોકભાઈ વશરામભાઈ સેટાણીયા (૨૫) નામનો યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને ઝેરી અસર કરતા તાત્કાલિક સારવાર માટે તેને મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર બાદ આ બનાવવા અંગેની પ્રથમ મોરબી સીટી એ ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જો કે આ બનાવો વાંકાનેર તાલુકા પોલીસની હદીનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે






Latest News