મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે કોમ્પ્લેક્ષની સીડી નીચેથી દારૂની ૬૩ બોટલ સાથે એક શખ્સ પકડાયો: બે ની શોધખોળ


SHARE







મોરબીના વાવડી રોડે કોમ્પ્લેક્ષની સીડી નીચેથી દારૂની ૬૩ બોટલ સાથે એક શખ્સ પકડાયો: બે ની શોધખોળ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક સોસાયટીના ગેટ પાસે આવેલા કોમ્પલેક્ષની સીડી નીચેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૬૩ બોટલ કબજે કરી હતી અને સ્થળ ઉપરથી એક શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે અને બે શખ્સોના નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક સોસાયટીના ગેટ પાસે આવેલા કોમ્પલેક્ષમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં કોમ્પ્લેક્સમાં સીડીની નીચેના ભાગમાં ચેક કરતા ત્યાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૬૩ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૮૫૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ પરથી કબજે કર્યો હતો અને આરોપી લખનભાઈ નીતિનભાઈ ભટ્ટી જાતે ખવાસ રજપૂત (૧૮) રહે. ગાયત્રી નગર શેરી નં-૫ વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ઋષિરાજસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા રહે વાવડી રોડ સોમૈયા સોસાયટી શેરી નં-૨ મોરબી અને સુજલભાઈ ચંદુભાઈ પાંચોટિયા રહે. પ્રભુનગર વાવડી રોડ મોરબી વાળાના નામ સામે આવ્યા હોય તે બંનેને સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂ

મોરબીના લાતી પ્લોટ વિસ્તાર શેરી નં-3 માં આવેલ રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા ઘરમાંથી દેશી દારૂ ૫૦ લિટર મળી આવતા ૧૦૦૦ રૂપિયાની કિંમતમાં દારૂ સ્થળ ઉપરથી કબજે કરીને વિશાલ હસમુખભાઈ ચોવસિયા (૨૧) રહે. લાતી પ્લોટ શેરી નં-૩ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી હસમુખભાઈ દીપકભાઈ ચોવસિયાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસ તજવીજ શરૂ કરેલ છે






Latest News