બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના નજીવા વરસાદે ધોવાઈ ગયેલા રસ્તાના ખાડા બુરવા માટે પાલિકા ઊંધામાંથે


SHARE









મોરબીના નજીવા વરસાદે ધોવાઈ ગયેલા રસ્તાના ખાડા બુરવા માટે પાલિકા ઊંધામાંથે

મોરબી શહેરમાં ચોમાસાના પ્રારંભે જ કેટલાક વિસ્તારોની અંદર રોડ રસ્તા ઉપર જીવલેણ અકસ્માત સર્જાય તેવા ખાડા પડી ગયા છે જેથી કરીને વરસાદે હાલમાં વિરામ લેતાની સાથે જ નગરપાલિકા દ્વારા ખાડા પૂરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર અમુલ પાર્લર પાસે મસમોટા ખાડા પડી ગયા હોવાથી ત્યાં જીવલેણ અકસ્માત સર્જાય તેવી શક્યતા હતી અને મોરબી શહેરમાંથી પસાર થવાનો આ મુખ્ય બન્ને રસ્તો હોય ત્યાં ટ્રાફિક પણ વધારો થતો હોય છે જેથી તાત્કાલિક પાલિકા દ્વારા પહેલા આ રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે અને મોરબી નગરપાલિકાના પાવડી વિભાગના હિતેશભાઈ રવેશિયા સહિતના સ્ટાફ દ્વારા ત્યાં હાજર રહીને ચીફ ઓફિસરની સૂચના મુજબ ખાડા પૂરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર આવી જ રીતે જ્યાં ક્યાંય પણ રોડ રસ્તા ઉપર ખાડા પડેલા હશે ત્યાં ખાડા પૂરવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે ઉલેખનીય છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા બોદા કામ કરવામાં આવ્યા હોય ઘણી જગ્યાએ રોડ રસ્તા પ્રથમ વરસાદમાં જ તૂટી ગયા હોય અથવા ખાડા પડી ગયા હોય તેવી માહિતીઓ સામે આવી રહી છે જોકે આ ભાંગેલા તૂટેલા રસ્તા નિર્દોષ વાહન ચાલકો કે રાહદારીઓ માટે જીવલેણ સાબિત ન થાય તે પ્રકારની આગોતરી કામગીરી હવે નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી લોકોની લાગણીને માગણી છે




Latest News