બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરમાં વૃદ્ધાને મારી નાખવાની ધમકી આપનારા આરોપીની ધરપકડ


SHARE









મોરબીના મહેન્દ્રનગરમાં વૃદ્ધાને મારી નાખવાની ધમકી આપનારા આરોપીની ધરપકડ

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પીપરવાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધા શેરીમાં હતા ત્યારે મારી વાતો કેમ કરતા હતા તેવું કહીને એક શખ્સે ગાળો આપી હતી અને ગાડીની ડેકીમાંથી લાકડી કાઢીને મારવાનો પ્રયાસ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા મીયાણા તાલુકાના વેજલપર ગામના રહેવાસી અને હાલમાં મહેન્દ્રનગર ગામે પીપરવાડી વિસ્તારમાં રહેતા લીલાબેન ઈશ્વરભાઈ ચાડમીયા જાતે પટેલ (૬૧)એ આશિષભાઈ ધીરુભાઈ વીરડા રહે. મહેન્દ્રનગર પીપરવાડી વિસ્તાર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ પોતાના ઘર પાસે શેરીમાં બેઠા હતા ત્યારે સફેદ કલરની ગાડીમાં આરોપી ત્યાં આવ્યો હતો અને તેણે શેરીમાં ગાડી ઉભી રાખીને ફરિયાદી વૃદ્ધાને કહ્યું હતું કે “દસ દિવસ પહેલાં હું ગાડી લઈને નીકળ્યો ત્યારે મારી વાતો કેમ કરતા હતા” તેમ કહીને ગાળો આપી હતી અને બાદમાં ગાડીની ડેકીમાંથી લાકડી કાઢીને મારવાનો પ્રયાસ કર્યો હતો અને વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેની વૃદ્ધાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે આ ગુનામાં આરોપી આશિષભાઈ ધીરુભાઈ વીરડા (૨૭) રહે. મહેન્દ્રનગર પીપરવાડી વિસ્તાર મોરબી વાળાની ધરપકડ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે પાનેલી રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસેથી ડબલ સવારી બાઇક પસાર થતું હતું ત્યારે તે બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને બાઈકમાં બેઠેલા લખીબેન ગોવાભાઇ વાઘેલા (૪૫) નામના મહિલાને ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તમાં તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે




Latest News