બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારામાં ૧૨ મીએ ઔદ્યોગિક ભરતી મેળો


SHARE









ટંકારામાં ૧૨ મીએ ઔદ્યોગિક ભરતી મેળો

મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૧૨-૦૭-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ-મોરબી હાઇવે, રામદેવ પીરના મંદિરની બાજુમાં, આઇ.ટી.આઇ – ટંકારા ખાતે, ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ,  બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News